+

VADODARA : પોલીસની નાકાબંધી જોતા જ બુટલેગરે કાર દોડાવી

VADODARA : વડોદરા (VADODARA) પાસે વરણામાં પોલીસ મથક (VARNAMA POLICE STATION) ની હદમાં પીઆઇને બાતમી મળતા કેલનપુર પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. નાકાબંધી વચ્ચે બાતમીથી મળતી આવતા કાર આવતા જ તેને…

VADODARA : વડોદરા (VADODARA) પાસે વરણામાં પોલીસ મથક (VARNAMA POLICE STATION) ની હદમાં પીઆઇને બાતમી મળતા કેલનપુર પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. નાકાબંધી વચ્ચે બાતમીથી મળતી આવતા કાર આવતા જ તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ પર નજર પડતા જ ચાલકે કાર દોડાવી હતી. જે બાદ પોલીસે કારનો પીછો કર્યો હતો. આ ઘટનામાં કાર ચાલક તથા અન્ય નાસી છુટવામાં સફળ થયા હતા. પરંતુ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને આ મામલે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ જવાનોએ રોકવાનો પ્રયત્ન કર્યો

વરણામા પોલીસના પીઆઇ વિ. જી. લાંબરીયાને બાતમી મળી હતી કે, સફેદ કરલની કાર જેની પાછળ APPLY FOR REGISTRATION લખ્યું છે. તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો છે. આ કાર ડભોઇથી કપુરાઇ થઇ વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે કેલનપુરા ગામ પાસે જાબુઆ નદી નજીક નાકાબંધી કરવામાં આવી હતી. તેવામાં બાતમીથી મળતી આવતા કાર આવતા પોલીસ જવાનોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે કાર રોકી ન્હતી.

બે નંબર પ્લેટ મળી આવી

અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ પોલીસ જવાનોએ તે કારનો પીછો કર્યો હતો. થોડાક અંતરે કાર લાવારીસ મુકી, તેની ચાવી કાઢીને બે ઇસમો તેમાંથી નાસી છુટ્યા હતા. બાદમાં પોલીસે કારની તપાસ કરતા તેમાંથી બે નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા કારના આગળના ભાગે ડ્રાઇવર સીટની બાજુમાં તથા પાછળના ભાગે ડીકીમાં પેટીઓમાં ભરેલો વિદેશી દારૂને રૂ. 1.84 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત કુલ રૂ. 8.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વરણામાં પોલીસ મથકરમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીની વધુ શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ડોક્ટર ઝબ્બે

Whatsapp share
facebook twitter