+

સચિન તેંડુલકર બાદ હવે રાહુલ દ્રવિડને મળશે ભારત રત્ન? ગાવાસ્કરે કરી સરકાર પાસે માંગ

Bharat Ratna to Rahul Dravid : ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે (Indian cricket legend Sunil Gavaskar) રાહુલ દ્રવિડને લઇને સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ દ્રવિડ (Rahul…

Bharat Ratna to Rahul Dravid : ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે (Indian cricket legend Sunil Gavaskar) રાહુલ દ્રવિડને લઇને સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારત રત્ન એવોર્ડ (Bharat Ratna Award) થી સન્માનિત થવાને લાયક છે. દ્રવિડે તાજેતરમાં T20 World Cup 2024 પછી અઢી વર્ષનો કોચિંગ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. દ્રવિડના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયા (Team India) એ 2023 ODI વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને તે જ વર્ષે એશિયા કપ પણ જીત્યો હતો.

રાહુલને મળવું જોઇએ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન : ગાવાસ્કર

રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાના કોચ તરીકેનો કાર્યકાળ હવે પૂર્ણ થઇ ગયો છે. કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હંમેશા યાદગાર રહેશે. ટીમ ઈન્ડિયાને T20 World Cup 2024 માં ચેમ્પિયન બનાવવામાં રાહુલનો રોલ ખૂબ જ ખાસ રહ્યો હતો. ગત વર્ષે ફાઈનલમાં વર્લ્ડ કપ ટ્રોફીથી દૂર રહી ગયા બાદ T20 World Cup 2024 માટે ખેલાડીઓની સાથે રાહુલ દ્રવિડ પર પણ એટલું જ દબાણ હતું. અને આખરે તેમની મહેનત રંગ લાવી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે દ્રવિડને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા સરકાર પાસે માંગ કરી છે. આ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે એક ખેલાડી અને કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 2007 અને 2011ના વર્લ્ડ કપ બાદ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ પછી, ટીમ છેલ્લા 11 વર્ષથી કોઈ ટ્રોફી જીતી શકી નથી. 2022માં રાહુલ દ્રવિડ કોચ બન્યા ત્યારે બધું બદલાઈ ગયું. હવે ટીમ T20 ક્રિકેટની ચેમ્પિયન છે અને ટેસ્ટ અને ODI ક્રિકેટમાં રનર અપ છે.

રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,177 રન બનાવ્યા

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,177 રન બનાવ્યા છે, તે NCAના વડા પણ રહી ચુક્યા છે અને મુખ્ય કોચ રહીને તેમણે ભારતને 2018નો અંડર-19 વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. ગાવસ્કરે રવિવારે એક કોલમમાં લખ્યું હતું કે, દ્રવિડે જે કર્યું છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમને ભારત રત્નનું સન્માન આપે તે યોગ્ય રહેશે. તે એક મહાન ખેલાડી અને સુકાની રહ્યો છે, જેણે વેસ્ટ ઈન્ડિઝમાં તત્કાલીન લોકપ્રિય શ્રેણી જીતવામાં આગેવાની કરી હતી અને ઈંગ્લેન્ડમાં પણ જીત મેળવનાર માત્ર ત્રીજો ભારતીય કેપ્ટન હતો. નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ પદ પર રહીને તેમણે એક સમયે પ્રતિભાઓને પોલીસ કરી અને પછી સિનિયર ટીમના કોચ બન્યા. દ્રવિડ 2005માં ભારતના સુકાની બન્યા અને 2006માં વેસ્ટ ઈન્ડિઝ અને 2007માં ઈંગ્લેન્ડમાં ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડી હતી. 2012માં ખેલાડી તરીકે નિવૃત્તિ લેતા પહેલા રાહુલ દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન અને વનડેમાં 10,889 રન બનાવ્યા હતા. તે પસંદગીના ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેમણે બંને ફોર્મેટમાં 10 હજાર રન બનાવ્યા છે.

આ પણ વાંચો – Sourav Ganguly Birthday : ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી

આ પણ વાંચો – ભારતની ZIMBABWE સામે 100 રનથી વિશાળ જીત, SERIES હવે 1-1 થી બરાબર

Whatsapp share
facebook twitter