+

VADODARA : “JUSTICE FOR MSU STUDENTS”, ફરિયાદ બાદ ટ્રેન્ડ વાયરલ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA – MSU) ના આપખુદશાહી પ્રમાણે વર્તન કરવા માટે જાણીતા વાઇસ ચાન્સેલર દ્વારા 200 વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હોસ્ટેલ મેસના…

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA – MSU) ના આપખુદશાહી પ્રમાણે વર્તન કરવા માટે જાણીતા વાઇસ ચાન્સેલર દ્વારા 200 વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હોસ્ટેલ મેસના વિદ્યાર્થીઓ પર ફીનો મસમોટો બોઝો ઠોકી બેસાડવામાં આવતા તેના વિરોધમાં મોચરો વીસીના બંગ્લે પહોંચ્યો હતો. જેમાં રૂ. 2 હજારનું નુકસાન પહોંચ્યું હતું. ફરિયાદ બાદ સોશિયલ મીડિયા પર “JUSTICE FOR MSU STUDENTS” ટ્રેન્ડ થઇ રહ્યું છે. અને અનેક વિદ્યાર્થીઓ પોતાના એકાઉન્ટથી પોસ્ટર અને તસ્વીરો શેર કરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે.

"JUSTICE FOR MSU BARODA STUDENTS, MSU BARODA"

“JUSTICE FOR MSU BARODA STUDENTS, MSU BARODA”

અંદાજીત રૂ. 2 હજારનું નુકશાન પહોંચ્યું

તાજેતરમાં MSU ની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મસમોટો ફી વધારો તંત્ર દ્વારા ઠોકી બેસાડવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. જેને પગલે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધનો દર્શાવતા પ્રથમ વોર્ડનને રજૂઆત કર્યા બાદ વીસીના બંગ્લે રજુઆત કરવા પહોંચ્યા હતા. દરમિયાન વીસીના બંગ્લે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચતા સામાન્ય ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં ઘરમાં અંદાજીત રૂ. 2 હજારનું નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ હોસ્ટેલ મેસમાં કરેલો ભાવવધારો પરત ખેંચી લેવામાં આવતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધારાસભ્યના 5 જેટલા ફોનનો કોઇ ઉત્તર ના આપ્યો

જો કે, આ ઘટના બાદ તાજેતરમાં વીસીના બંગ્લે વિરોધ કરનારા 200 જેટલા વિદ્યાર્થીઓ સામે યુનિ.ના સિક્યોરીટી અને વિજીલન્સ ઓફીસર સુદર્શન વાળાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ વીસીની આપખુદશાહીનો વિરોધ તેજ બન્યો છે. એક સમયની સ્વાયત્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં કોઇ પણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઇ નથી. આ બાદ વિદ્યાર્થીઓ વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મળવા પહોંચ્યા હતા. મનસ્વી વીસીએ ધારાસભ્યના 5 જેટલા ફોનનો કોઇ ઉત્તર આપ્યો ન્હતો.

વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવે એક પણ નેતા નથી !

ત્યાર બાદથી સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વીસીના બંગ્લે વિદ્યાર્થીઓના હિત માટે રજુઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓનો ફોટો છે. અને તેના પર “JUSTICE FOR MSU BARODA STUDENTS, MSU BARODA” ના 200 નિર્દોષ છાત્ર દ્વારા આવેદન પત્ર આપવા પર વાઇસ ચાન્સેલર દ્વારા રાયોટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.” વડોદરાના સારા નેતા આપતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવે તેવો હાલના સમયમાં એક પણ નેતા નથી, જેના કારણે હવે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢવો પડી રહ્યો છે, તેવો લોકોમાં અંદરખાને ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો — VADODARA : MSU ના VC પર સિનિયર ધારાસભ્ય બરાબરના ગિન્નાયા

Whatsapp share
facebook twitter