+

VADODARA : ઘરેથી દુકાને જવા નિકળેલી સગીરા લાપતા, શંકાની સોય પ્રેમી તરફ

VADODARA : વડોદરા (VADODARA) પાસે ઘરેથી દુકાને જવાનું કહી નિકળેલી સગીરા લાપતા થઇ છે. અગાઉ સગીરા તેના પ્રેમી સાથે જતી રહી હતી. અને ફરીને પરત ઘરે આવી ગઇ હતી. જેને…

VADODARA : વડોદરા (VADODARA) પાસે ઘરેથી દુકાને જવાનું કહી નિકળેલી સગીરા લાપતા થઇ છે. અગાઉ સગીરા તેના પ્રેમી સાથે જતી રહી હતી. અને ફરીને પરત ઘરે આવી ગઇ હતી. જેને લઇને આ વખતે પણ માતા-પિતા દિકરી પરત આવશે તેવી વાટ જોતા હતા. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જે બાદ માતા-પિતા પ્રેમી યુવકને ત્યાં તપાસ કરે છે. તે પણ ઘરે મળી આવ્યો ન હતો. આખરે પ્રેમી સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તપાસ કરી પરંતુ કોઇ જગ્યાએ જોવા મળી નહિ

સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ હોસ્ટેલમાં નોકરી કરે છે. અને તેમના પરિવારમાં પતિ અને ત્રણ સંતાનો છે. દિકરી  શાળામાં ભણે છે. જેની ઉંમર 16 વર્ષ છે. 30 માર્ચે પતિએ ફોન કરી જણાવ્યું કે, દિકરી ઘરેથી દુકાને જાઉં છું તેમ કહીને નિકળી ગયેલી છે. તે હજી સુધી આવી નથી. દુકાન તેમજ આજુબાજુની સોસાયટી પાસે તેની તપાસ કરી પરંતુ કોઇ જગ્યાએ જોવા મળી નથી.

નિરાશા જ હાથ લાગી

સગીર દિકરી અગાઉ હિતેષ રોહિત (રહે. ટિંબી) સાથે જતી રહી હતી. અને તે જ દિવસે પરત આવી ગઇ હતી. ત્યારે તેની પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે, તેને હિતેષ સાથધે પ્રેમ સંબંધ છે. અને તે તેની સાથે બગીચામાં ફરવા ગઇ હતી. જેથી માતા-પિતા ત્યાં જઇને પણ દિકરીની ભાળ મેળવવાના પ્રયાસો કરે છે. ત્યાં પણ દિકરી મળી આવતી નથી. માતા-પિતા અગાઉના કિસ્સાને ધ્યાને રાખીને એક સમય સુધી દિકરી પરત આવશે તેવી વાટ જોઇને બેઠા હોય છે, પરંતુ નિરાશા જ હાથ લાગે છે.

પ્રેમી ઘરે ગેરહાજર

જે બાદ સગીરાના પરિજનો યુવક હિતેષ રોહિત (રહે. ટિંબી) ના ઘરે તપાસ કરે છે. ત્યાં જાણવા મળે છે કે, તે પણ ઘરે હાજર નથી. આખરે હિતેષ સગીરાને પટાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે ભગાડીને લઇ ગયો હોવાનો શક મજબુત થતો જણાય છે. જેથી પરિવાર દ્વારા હિતેષ રોહિત (રહે. ટિંબી) સામે વરણામા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — Gondal Police News: પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીને ગોંડલ પોલીસે માત આપી

Whatsapp share
facebook twitter