+

VADODARA : હાથી દાંતની તપાસ દહેરાદુનમાં થશે

VADODARA : વડોદરા (VADODARA) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG – VADODARA) ના જવાનને બાતમી મળી હતી કે, યાકુતપુરા રેશમવાલો ખાંચો, વડના ઝાડ પાસે રહેતા મહંમદ ઇરફાન શેખ, જેઓ હેન્ડીકેપ છે.…

VADODARA : વડોદરા (VADODARA) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG – VADODARA) ના જવાનને બાતમી મળી હતી કે, યાકુતપુરા રેશમવાલો ખાંચો, વડના ઝાડ પાસે રહેતા મહંમદ ઇરફાન શેખ, જેઓ હેન્ડીકેપ છે. તે પોતાની ઓટો રીક્ષામાં ગેરકાયદેસર રીતે હાથી દાંત લઇને તેનો સોદો કરવા માટે ફરી રહ્યા છે. અને તેઓ યાકુતપુરા સ્લમ ક્વાટરમાં ઉભા છે. બાતમી મળતા જ એસઓજીની ટીમ દ્વારા પંચોને સાથે રાખીને સ્થળ પર રેડ કરી હતી. જેમાં બાતમીવાળી હકીકતથી મળતી આવતો શખ્સ દેખાતા તેની અટકાયક કરવામાં આવી હતી.

અજાણ્યા ટ્રક ડ્રાઇવર લીધા

શખ્સે પોતાની ઓળખ મહંમદ ઇરફાનની આપી હતી. તેણે આ હાથી દાંત વેચવા માટે આઝાદહુસેન જબ્બારખાન પઠાણ (રહે. અજબડી મીલ, વડોદરા) દ્વારા આપવામાં આવ્યા હતા. પોલીસે એક હાથી દાંત રીક્ષામાંથી અને અન્ય હાથીદાંત આઝાદહુસેનના ઘરેથી કબ્જે કર્યો હતો. આ અંગે તેની ઉંડાણ પૂર્વક પુછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, વર્ષ 2020 – 21 માં કોરોના મહામારી કાળ દરમિયાન ગોલ્ડન ચોકડી પરથી એક અજાણ્યા ટ્રક ડ્રાઇવર પાસેથી તેણે લીધા હતા. આ અંગે વધુ કાર્યવાહી અર્થે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે.

બે ની અટકાયત

આ કાર્યવાહીમાં મહંમદ ઇરફાન ગુલામકાદર શેખ (રહે. યાકુતપુરા, રેશમવાલાનો ખાંચો, વડોદરા), અને આઝાદહુસેન અબ્દુલ જબરારખાન પઠાણ (રહે. આફરીન કોમ્પલેક્ષ, અજબડી મીલ) (મુળ રહે. શીવબારા, તહેસીલ જેસીંગપુરા, ગસાઇગંજ પોલીસ સ્ટેશન, ઉત્તરપ્રદેશ) ની અટકાયત કરી છે.

હાથીદાંત સાચા છે

સુત્રોના જણાવ્યા અનુસાર, એસઓજીની કાર્યવાહીમાં મળી આવેલા હાથી દાંત એફએસએલના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ સાચા છે. જેની વધુ તપાસ અર્થે દહેરાદુનની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં મોકલવામાં આવનાર છે. ત્યાં આ હાથીદાંત કેટલા જુના છે, અને ક્યાના છે, તે અંગેની માહિતી મળી શકે તેમ છે. આમ, વડોદરામાં ડ્રગ્સનું દુષણ ડામવાનું હોય કે પછી પશુના અવશેષોની તસ્કરી હોય તમામ પર લગામ કરવા માટે વડોદરા એસઓજી સફળ રહી છે.

આ પણ વાંચો — VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત

Whatsapp share
facebook twitter