+

VADODARA : રોંગ સાઇડ જતી સ્કુલ વાન ટેમ્પા જોડે ટકરાઇ, ભુલકાઓએ સામાન્ય ઇજા

VADODARA : વડોદરા (VADODARA) પોલીસની રોંગ સાઇડ વાહનો વિરૂદ્ધની ડ્રાઇવ બંધ થયા બાદ પણ કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી. આજે કપુરાઇ રોડ પર શાળાના ભુલકાઓને લઇ જતી સ્કુલ વાન…

VADODARA : વડોદરા (VADODARA) પોલીસની રોંગ સાઇડ વાહનો વિરૂદ્ધની ડ્રાઇવ બંધ થયા બાદ પણ કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી. આજે કપુરાઇ રોડ પર શાળાના ભુલકાઓને લઇ જતી સ્કુલ વાન રોંગ સાઇડથી આગળ વધતા ટેમ્પા જોડે ટકરાઇ હોવાનું સામે આવ્યું છે. આ સમયે સ્કુલ વાનમાં 10 જેટલા ભુલકાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભુલકાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ કપુરાઇ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે વારસીયા પોલીસ મથકમાં ચાલક નિતેષ ઠાકોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સ્થિતીમાં કોઇ ખાસ સુધારો નહી

વડોદરામાં સ્કુલ વાન ચાલકોને ટ્રાફીક સુરક્ષાના પાઠ ભણાવવા માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. છતાં સ્કુલ વાન ચાલકો સુધવાનું નામ નહી લેતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમાં વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, તે બાદ પણ સ્થિતીમાં કોઇ ખાસ સુધારો જોવા નથી મળી રહ્યો. આજે કપુરાઇ ચોકડી પાસે શાળાના ભુલકાઓને ભરેલી સ્કુલ વાન રોંગ સાઇડ આવતી હતી. જેની ટેમ્પા જોડે ટક્કર થઇ છે. આ ઘટનામાં ભુલકાઓને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

બિંદાસ્ત રોંગ સાઇડ વાહન ચલાવ્યું

રોંગ સાઇડ વાહન ચલાવવાથી ચાલકે પોતાનો અને નાના ભુલકાઓનો જીવ જોખમમાં મુક્યો હોવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, ચાલક બિંદાસ્ત રોંગ સાઇડ વાહન ચલાવી રહ્યો છે. અચાનક સાચી દિશામાંથી આવતા ટેમ્પા જોડે તેની ટક્કર થઇ જાય છે. આ ઘટનામાં સ્કુલ વાન ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શહેરમાં અગાઉ સ્કુલ વાનમાંથી બાળકો ફંગોળાયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. તે બાદ પોલીસની કાર્યવાહી પછી પણ ચાલકોમાં કોઇ ડર જોવા મળતો નથી. હવે પોલીસ આવા તત્વોમાં પોતાનો ડર બેસાડવા શું કરે છે જોવું રહ્યું.

આ પણ વાંચો — BHARUCH : બુટલેગરના પુત્રની ગાડીની અડફેટે એકનું મોત

Whatsapp share
facebook twitter