+

VADODARA : સ્મશાન સુધી લાકડા ભરેલું ગાડુ લાવવામાં મહા મુશ્કેલી

VADODARA : વડોદરા (VADODARA) ના જુના અને જાણીતા ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે જરૂરી લાકડા લાવવા માટે ગાડાનો ઉપયોગ કરવો પડે છે. આ લાકડા પાછળથી આગળની તરફ લાવવા…

VADODARA : વડોદરા (VADODARA) ના જુના અને જાણીતા ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે જરૂરી લાકડા લાવવા માટે ગાડાનો ઉપયોગ કરવો પડે છે. આ લાકડા પાછળથી આગળની તરફ લાવવા માટે માટી, કાદવ-કીચડ વાળા રસ્તા પર થઇને ગાડુ લાવવુું પડે છે. જેમાં ભારે મહેનત લાગે છે. જેના કારણે સેવાદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલીક વખતતો જોર લગાડતા તેમના પગ પણ છોલાઇ જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ખાસવાડી સ્મશાન પાછળ એક સમાજનું સ્મશાન આવેલું છે, ત્યાં જવા માટેનો રસ્તા પર પણ માટી, કાદવ અને કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે સામાજીક કાર્યકરે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વ્હારે આવીને તાત્કાલીક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ મુકી છે.

લાકડા લાવતા ભારે મુશ્કેલી

હાલ ખાસવાડી સ્મશાનના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હવે ચોમાસામાં સેવાદારોને પાછળથી આગળના ભાગે લાકડા લાવતા ભારે મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવવા પામ્યું છે. આ મામલે મુશ્કેલીમાં મુકાયેલા સેવાદારોની વ્હારે શહેરના સામાજીક કાર્યકર આવ્યા છે. અને મુશ્કેલીઓનું ત્વરીત નિરાકરણ લાવવા માટે તંત્રને અપીલ કરી છે.

15 જેટલા ગાડાના ફેરા મારવા પડે

સ્મશાનના સેવાદાર જણાવે છે કે, બહુ તકલીફ પડી રહી છે. અહિંયાથી માણસો, વાહન જઇ શકે તેમ નથી. અમે ગાડુ લઇને સ્મશાન માટે લાકડા લઇને આવીએ છીએ. ગાડુ નિકળવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. લોકો લાકડા માંગે છે, પરંતુ અમે તુરંત કેવી રીતે લાવીએ. ખાલી ગાડુ લાવવા-લઇ જવામાં મુશ્કેલી પડી રહી છે, તેવામાં લાકડા ભરેલું ગાડુ લઇને આવતા તો ભારે મુશ્કેલી પડી રહી છે. આખા દિવસમાં 15 જેટલા ગાડાના ફેરા મારવા પડે છે. રાત્રે એટલો થાક લાગે છે કે પુરતી ઉંઘ પણ અમે નથી લઇ શકતા. અમે સેવાનું કામ કરીએ છીએ. અનેક વખત ગાડી માટે રજૂઆત કરી છે, પણ કોઇ સાંભળતું નથી.

સત્તાધીશો દ્વારા જાત તપાસ કરે

સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, જે ખાસવાડી સ્મશાનનો રોડ છે, તેની અંદર એક સમાજનું સ્મશાન આવેલું છે. ત્યારે ખાસવાડી સ્મશાનની પાછળના ભાગે લાકડાઓ છે, તેને ગાડામાં ભરીને આગળના રસ્તે લઇ જવા પડે છે. વારંવાર મૃતદેહો અંતિમક્રિયા માટે આવે છે. પાલિકાએ જે કંપનીને કામગીરી સોંપી છે, ત્યારે આજે ચીતાઓની અંતિમક્રિયા માટે વેઇટીંગમાં ઉભુ રહેવું પડે છે. તેની માટે પાંચ વ્યક્તિઓ લાકડાનું ગાડુ લાવવામાં જોડાય તે કારણ છે. વડોદરાના સત્તાધીશો દ્વારા જાત તપાસ કરીને, સમસ્યા જાણવી જોઇએ, અને તેનું નિરાકરણ લાવવું જોઇએ.

આ પણ વાંચો — VADODARA : વરસાદ ટાણે તળાવમાં ફીણ દેખાયુ, કેમિકલના નિકાલની આશંકા

Whatsapp share
facebook twitter