+

VADODARA : અધિકારીઓ જોડે મળી બોગસ ખેડૂત બનનારાઓ સામે આકરી કાર્યવાહી

VADODARA : વડોદરાના સાવલી (VADODARA – SAVLI) ના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) દ્વારા તેમના વિસ્તારમાં વિધવા મહિલાઓની જમીનમાં અધિકારીઓ સાથે મળીને બારોબાર ખેડૂત બનતા હોવાના કૌભાંડનો પર્દાફાશ…

VADODARA : વડોદરાના સાવલી (VADODARA – SAVLI) ના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) દ્વારા તેમના વિસ્તારમાં વિધવા મહિલાઓની જમીનમાં અધિકારીઓ સાથે મળીને બારોબાર ખેડૂત બનતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મામલે 7 મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ખોટા કામમાં સાથ આપનારા નાયબ મામલતદાર અને તલાટીના નામ પણ પોલીસ ફરિયાદમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ કાર્યવાહીને કારણે હવે ખોટું કરવામાં સાથ આપનારા અધિકારીઓમાં ભારે ડર પેંસી જવા પામશે.

અવાજ ઉઠાવવામાં આવ્યો

વડોદરા પાસે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બેબાક રીતે ગેરરીતિઓ સામે સવાલો ઉઠાવતા આવ્યા છે. અગાઉ તેમણે બરોડા ડેરીમાં ચાલતી ગેરરીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. અને પરિણામલક્ષી વિરોધ કર્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સાવલી પંથકમાં અધિકારીઓ જોડે મળીને બોગસ ખેડૂત બનવાના કિસ્સાઓ સામે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તાજેતરમાં તેમના દ્વારા વિડીયોમાં માહિતી આપવામાં આવી હતી કે, વડોદરાના તત્કાલીન જિલ્લા કલેક્ટર અતુલ ગોર સમક્ષ તેમણે આ અંગે ધારદાર રજુઆત કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી.

જમીનમાં ત્રાહીત વ્યક્તિના નામો

આ તપાસને 7 મહિના વિત્યા બાદ તાજેતરમાં આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંગે હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલીના સામંતપુરા ગામે વિધાવા મહિલાઓની જમીનમાં તેમની જાણ બહાર ત્રાહિત વ્યક્તિઓના નામે દાખલ કરવામાં આવ્યા હતા. આ જ રીતે 7 જેટલી વિધવા મહિલાઓની જમીનમાં ત્રાહીત વ્યક્તિના નામો દાખલ થયા હતા. આ અંગે ધારાસભ્ય દ્વારા મુકવામાં આવેલા આરોપ અનુસાર, મહેસુલ વિભાગના અધિકારીઓના મેળા પીપળામાં આ નામો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા હતા. અને બોગસ ખેડૂત બનાવવામાં આવ્યા હતા. જે અંગે મહિલા ખેડૂત રંજનબેન પરમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં નાયબ મામલતદાર, તલાટી અને બોગસ ખેડૂતો મળી 20 લોકોના નામ છે.

આગળ શું થાય છે તે જોવું રહ્યું

આ પોલીસ ફરિયાદના કારણે ખોટા કાર્યમાં સાથ આપનારા સરકારી અધિકારીઓમાં ડર પેંસી જવા પામ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : પાદરા પાસે ધોબી ઘાટ પર દિવાલ ધરાશાયી, મહિલાઓ ઇજાગ્રસ્ત

Whatsapp share
facebook twitter