+

VADODARA : સાવલીમાં 9 માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી (SAVLI) ના ધારાસભ્ય કેતન ઇનામદાર (MLA KETAN INAMDAR) દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઇ જશભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું…

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી (SAVLI) ના ધારાસભ્ય કેતન ઇનામદાર (MLA KETAN INAMDAR) દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઇ જશભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં 711 જોડા પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, વિધનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના અનેક નેતાઓ-અગ્રણીઓ હાજર રહેશે. અને નવયુગલોને આશિર્વાદ પાઠવશે.

આજે 9 મી કડી ઉમેરાવવા જઇ રહી છે

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમના સેવાકીય કાર્યો માટે જાણીતા છે. છેલ્લા 8 વર્ષથી સતત તેઓ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરતા આવ્યા છે. આજે 9 મી કડી ઉમેરાવવા જઇ રહી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઇ જશભાઇના જન્મદિવસ નિમિત્તે આજે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે. વર્ષ 2024 માં સાવલીમાં આટલા મોટા પાયે સમૂહ લગ્નનું આયોજન કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

અગ્રણી-નેતાઓ હાજર રહેશે

આજરોજ આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં 711 જોડા લગ્નગ્રંથિથી જોડાઇને પ્રભુતામાં ડગ માંડશે. આ તમામ જોડાઓને આશિર્વાદ પાઠવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિતના અગ્રણી-નેતાઓ હાજર રહેનાર છે.

કરિયાવરનો સામાન પણ ભેંટ સ્વરૂપે અપાશે

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અત્યાર સુધી 8 સફળ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરાઇ ચુક્યું છે. તેમાં 4 હજારથી વધુ જોડાના લગ્ન થયા છે. કેતન ઇનામદાર દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં માત્ર વડોદરા, કે મધ્ય ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર રાજ્યભરમાંથી જોડાઓ આવે છે. લગ્નમાં નવદંપતિને કરિયાવરનો સામાન પણ ભેંટ સ્વરૂપે મોકલવામાં આવે છે. આમ, ધારાસભ્ય અનેક જોડાનું ભવ્ય લગ્નનુ સ્વપ્ન પુરૂ કરવામાં એક મહત્વની ભુમિકામાં હોય છે.

આ પણ વાંચો —VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષા પહેલા મચી દોડધામ

Whatsapp share
facebook twitter