+

VADODARA : સાંકરદા ટેન્કર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 5 ના મોત, વાંચો ઇજાગ્રસ્તોની યાદી

VADODARA : વડોદરા પાસે સાંકરદામાં (SANKARDA ACCIDENT) બાબરી પ્રસંગમાં હાજરી આપવા માટે ટેમ્પામાં નિકળેલા પરિવારના સભ્યોને ટેન્કર સાથે અકસ્માત નડ્યો હતો. પોલીસ ફરિયાદમાં મુજબ ટેન્કર ચાલક ઓવરટેક કરવા જતા ટેમ્પા…

VADODARA : વડોદરા પાસે સાંકરદામાં (SANKARDA ACCIDENT) બાબરી પ્રસંગમાં હાજરી આપવા માટે ટેમ્પામાં નિકળેલા પરિવારના સભ્યોને ટેન્કર સાથે અકસ્માત નડ્યો હતો. પોલીસ ફરિયાદમાં મુજબ ટેન્કર ચાલક ઓવરટેક કરવા જતા ટેમ્પા સાથે ભટકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગંભીર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 28 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

બહેનનો ફોન આવે છે

ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) માં જશપાલસિંહ રંગીજસિંગ રાજ (રહે. અડાસ. ગોહેલ ફળિયું, જિ. આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજરોજ કાકાની દિકરી રામેશ્વરીબેન ના દિકરી વંશરાજની બાબરીનો પ્રસંગ હોવાથી પરિવાર આઇસર ટેમ્પામાં જવા નિકળ્યે છે. સવારે 9 વાગ્યે ટેમ્પામાં 50 લોકો નટવરનગર જવા રવાના થાય છે. અને તેઓ બાઇક પર જવા નિકળે છે. તેઓ નટવરનગરમાં હાજર હોય છે, તેવામાં બહેનનો ફોન આવે છે. અને જણાવે છે કે, મોક્સી ગામની સીમમાં સાંકરદાથી ભાદરવા રોડ પર આવતા મઢી પાસે આઇસર ટેમ્પાનો અકસ્માત થયો છે. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચે છે.

ટેન્કર ત્યાં જ પડેલું જોવા મળે છે

તેઓ સ્થળ પર પહોંચતા ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જતા જુએ છે. તેમની માતાને જમીન પર સુવડાવવામાં આવે છે, તેઓ બેભાન જણાય છે, અને કંઇ બોલતા નથી. દરમિયાન આઇસર ટેમ્પાના કેબિનમાં ચાલક જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ ફસાયેલા હોવાનું જોવા મળે છે. તેઓ જાતે નિકળી શકે તેમ ન હોવાથી હાઇડ્રા મારફતે બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવે છે. આઇસર સાથે અકસ્માત કરનાર ટેન્કર ત્યાં જ પડેલું જોવા મળે છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, ટેન્કર ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા આઇસર જોડે અકસ્માત થાય છે. જે બાદ ડ્રાઇવર નાસી છુટે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર એક પછી એક 30 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે. અકસ્માતમાં કેસરબેન રંગીત સિંહ રાજનું નિધન થાય છે.

પ્રયાસો તેજ કર્યા

ઉપરોક્ત મામલે ભાદરવા પોલીસમાં અકસ્માત સર્જનાર ટેન્કરના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે ચાલકની ભાળ મેળવવા માટેના પ્રયાસો તેજ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોસ્પિટલની યાદી પ્રમાણે ઇજાગ્રસ્તોના નામ નીચે મુજબ છે

  1. તૃષાબેન નવરતભાઇ પઢીયાર (ઉં. 25)
  2. પ્રવિણભાઇ પ્રકાશભાઇ પઢીયાર (ઉં. 52)
  3. દિલીપ બળવંત રાજ (ઉં. 48)
  4. મહેન્દ્ર ભગવાન રાજ (ઉં. 46)
  5. સેજલબેન રણજીતભાઇ રાજ (ઉં. 60)
  6. જનકબેન જનકસિંહ રાજ (ઉં. 52)
  7. જનકબેન ભવસિગભાઇ રાજ (ઉં. 50)
  8. મહેશ્વરી મહેન્દ્ર રાજ (ઉં. 16)
  9. જુલીબેન પુંજાભાઇ રાજ (ઉં. 28)
  10. ઉમીદબેન રાજ દરબાર (ઉં. 60)
  11. મૈત્રીબેન (ઉં. 04)
  12. ક્રિષ્ણાબેન જિતેન્દ્રભાઇ (ઉં. 08)
  13. હંસાબેન વનરાજભાઇ રાજ (ઉં. 38)
  14. મધુબેન ભીખુભાઇ સોલંકી (ઉં. 55)
  15. પૃથ્વીભાઇ રાજ (ઉં. 16)
  16. દશરથ રાજ (ઉં. 40)
  17. સેજલબેન મહેન્દ્રભાઇ રાજ (ઉં. 37)
  18. વૈભવી ભોઇ (ઉં. 03)
  19. સરોજબેન મનોજભાઇ મહિડા (ઉં. 22)
  20. દિનાબેન નરવતસિંહ પઢીયાર (ઉં. 45)
  21. ચંપાબેન ભોઇ (ઉં. 60)
  22. ધર્મિષ્ઠાબેન રાજ (ઉં. 25 – 30)
  23. મંજુલાબેન રમેશભાઇ ભોઇ (ઉં. 53)
  24. મહેન્દ્ર લક્ષમણ રાજ (ઉં. 65)
  25. ગીતાબેન જિતેન્દ્રસિંગ રાજ (ઉં. 43)
  26. સુરજસિંહ વનરાજસિંહ રાજ (ઉં. 18)
  27. બૈરજબેન મહેન્દ્રસિંહ રાજ (ઉં. 55)
  28. રિયા મહેન્દ્રસિંગ રાજ (ઉં. 04)

હોસ્પિટલની યાદી પ્રમાણે મૃતકોના નામ નીચે મુજબ છે

  1. ગીરીશભાઇ રાજ (ઉં. 60)
  2. રમીલાબેન દિલીપભાઇ (ઉં. 30)
  3. કેસરબેન રણજીતસિંહ રાજ (ઉં. 54)
  4. શારદાબેન છત્રસિંહ રાજ (ઉં. 65)
  5. સાકરબેન ડાયાભાઇ પરમાર (ઉં. 60)

આ પણ વાંચો — VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ

Whatsapp share
facebook twitter