+

અડગ આસ્થા : કાળઝાળ ગરમીમાં બગદાણાથી અયોધ્યા સુધી સંતની દંડવત યાત્રા

BAGDANA TO AYODHYA : ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિ,ત્રિરંગાની આન બાન શાન અને જન કલ્યાણની ભાવના માટે આજે પણ સંતો, મહંતો અને ધર્મ તથા દેશપ્રેમીઓ આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની…

BAGDANA TO AYODHYA : ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિ,ત્રિરંગાની આન બાન શાન અને જન કલ્યાણની ભાવના માટે આજે પણ સંતો, મહંતો અને ધર્મ તથા દેશપ્રેમીઓ આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની ભાવના પૂર્ણ થવાની આકરી ટેક લેતાં હોય છે. આ સૌના અથાગ પ્રયાસો બાદ સફળ પરિણામ પણ મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, હાલની અંગ દઝાડતી ગરમીમાં સૌ એસી અને કુલરના સહારા લઈ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે એક સંત દેશ હિતના ઉદાર ભાવ સાથે ડામર રોડ ઉપર આળોટતા દંડવત યાત્રા કરી રહ્યા છે એટલે જ કહેવાય છે કે આ સંતો મહંતોની ભૂમિ છે.આજે અમે  એક એવા જ સંત સ્વરૂપા રામભક્ત રાઘવજી મહારાજની કઠોર તપશ્ચર્યા અને તેઓએ લીધેલી ટેક અંગે આપને જણાવીશું અને બતાવીશું.

બગદાણાથી AYODHYA સુધીના અંદાજીત 1600 કિલોમીટરની કઠોર તપશ્ચર્યા યાત્રા

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થાય અને ભગવાન રામ એમાં બિરાજમાન થાય એવો ભાવ ભારત વર્ષમાં કરોડો દેશવાસીઓ વર્ષોથી વ્યક્ત કરી રહ્યા હતા. અંતે આ શુભ ઘડી 22 જાન્યુઆરી 2024ના રોજ આવી ગઈ અને હિન્દુસ્તાનની ધરતી ઉપર જાણે  રામ રાજ્યની સ્થાપના થઈ હોય એવો હર્ષોલ્લાસ દેશવાસીઓમાં જોવાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આવેલા બગદાણાના સંત રાઘવજી મહારાજે પણ આ શુભ દિવસથી પોતાના ગુરૂ મદનમોહન દાસ બાપુ ખાખી કુંઢડાના આશીર્વાદ થકી બગદાણાથી અયોધ્યા સુધીના અંદાજીત 1600 કિલોમીટરની લાંબી યાત્રા એક કઠોર તપશ્ચર્યા સાથે શરૂ કરી હતી. સંત રાઘવજી મહારાજના મનનો આંતરિક ભાવ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય એવો હતો. જે પરિપૂર્ણ થયો જેથી તેઓ પોતાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવા ઉપરાંત સમગ્ર સૃષ્ટિનું જનકલ્યાણ થાય અને ભારત વિશ્વમાં મોખરે સ્થાન પ્રાપ્ત કરે એવા ભાવ સાથે તેઓએ આળોટતા આળોટતા દંડવત યાત્રા શરૂ કરી છે.

આ યાત્રા થકી રાઘવજી મહારાજ હાલ 350 જેટલા કિલોમીટરનું અંતર કાપી કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી વચ્ચે પંચમહાલ  જીલ્લાના એક્સઠ પાટીયા હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે. સંત રાઘવજીની કઠોર તપશ્ચર્યાને નિહાળી માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઉભા રહી દર્શન કરી રહ્યા છે. કેટલાક ભક્તો સેવાકાર્યમાં જોડાઈ રહ્યા છે. રાઘવજી મહારાજ દરરોજ અંદાજીત ચાર કિલોમીટર અંતર કાળઝાળ ગરમીમાં આળોટતા આળોટતા પસાર કરી રહ્યા છે તેઓને અયોધ્યા પહોંચતા અંદાજીત દોઢ વર્ષનો સમય લાગશે. દરમિયાન તેઓને તમામ ઋતુ અને માર્ગની સ્થિતિ તેમજ ટ્રાફિકની આકરી કસોટી માંથી પાર થવાનું છે. પરંતુ કહેવાય છે ને કે હોય વિષય શ્રદ્ધાનો તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આજ ભાવ સાથે સંત રાઘવજી પોતાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

 

Whatsapp share
facebook twitter