+

VADODARA : ગરમીને લઇ રસ્તા પર ડામર પીગળવાની ઘટનાઓમાં વધારો

VADODARA : વડોદરામાં ગરમીનો પારો (HOT SUMMER) દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો બીજી તરફ શહેરના રોડ-રસ્તા પર પાથરવામાં આવેલો ડામર પીગળવાની…

VADODARA : વડોદરામાં ગરમીનો પારો (HOT SUMMER) દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો બીજી તરફ શહેરના રોડ-રસ્તા પર પાથરવામાં આવેલો ડામર પીગળવાની (Melt the asphalt on the road) ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શહેરના ગોત્રી-સેવાસી રોડ પર ડામર પીગળવાની ઘટના સામે આવી હતી. જે બાદ ગતરોજ શહેરના અમિતનગર સર્કલથી રાત્રી બજાર તરફ જવાના રસ્તે આ ઘટના જોવા મળી હતી.

ડામર પર ગરમીની અસર જોવા મળી

વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પારો નવો રેકોર્ડ સ્થપિત કરી રહ્યો છે. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ રેકોર્ડતોડ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલમાં ખાસ કરીને બપોરના સમયે બહાર નિકળવું લોકોનું મુશ્કેલ બન્યું છે. પારો ઉંચો જતા લોકો સાથે હવે તો ઝુમાં રહેતા પશુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવી પડી છે. ત્યારે વડોદરાના રોડ-રસ્તા પર પાથરવામાં આવેલા ડામર પર ગરમીની અસર જોવા મળી રહી છે. તાજેતરમાં વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર ડામર પીગળતો જોવા મળ્યો હતો. હવે આ પ્રકારની ઘટનાનું શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા રોડ-રસ્તા પર પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે.

વાહન ચાલકોની મુશ્કેલી વધી

સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ શહેરના અમિત નગર સર્કલથી રાત્રી બજાર તરફ જતા રોડ-રસ્તા પર ડામર પીગળ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને કારણે વાહન ચાલકોએ આ પેચ પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. સુત્રોએ ઉમેર્યું કે, આ જ પ્રકારે શહેરના ગેંડીગેટ વિસ્તારમાં પણ રોડ-રસ્તા પર ડામર પીગળ્યો હતો. જેને લઇને વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.

સંભવત: આંશિક રાહત મળી શકે

સુત્રોએ ઉમેર્યું કે, હાલ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. જેને લઇને ગરમીનો પ્રકોપ જારી છે. આગામી સમયમાં સંભવત: ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી શકે છે. પરંતુ ત્યાં સુધી શહેરના અનેક વિસ્તારોમાં ડામર પીગળવાની ઘટનાઓ સામે આવતી રહે તો નવાઇ નહિ.

આ પણ વાંચો — VADODARA : છેવાડાના મતદારને જાગૃત કરવા માટે હાથ ધરાયા અનેક પ્રયાસ

Whatsapp share
facebook twitter