+

VADODARA : ટ્રેનના કોચમાં મહિલાની ડિલિવરી, માતા-દિકરી બંને સ્વસ્થ

VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર દંપતિ ટ્રેનની રાહ જોઇ રહ્યું હતું. દમિયાન મહિલાને પ્રસવ પીડા ઉપડતા રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનનો કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો.…

VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર દંપતિ ટ્રેનની રાહ જોઇ રહ્યું હતું. દમિયાન મહિલાને પ્રસવ પીડા ઉપડતા રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનનો કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો. અને તેમાં મહિલાને લઇ જઈ 108 ઇમરજન્સી સેવાઓના કર્મી દ્વારા મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્યાર બાદ માતા-સંતાનને એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઇ જવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે માતા- સંતાન બંનેની હાલત સ્વસ્થ છે.

સગર્ભાને પ્રસવ પીડા ઉપડી

રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ રવિવારે સાંજે મુસાફરોની સ્ટેશન પર ભારે ચહલ-પહલ હતી. દરમિયાન શ્રમજીવી દંપતિ મુકેશ ભૂરા અને મંજુલાબેન તેમના વતન મેઘનગર, એમપી જવા માટે ટ્રેનની રાહ જોઇ રહ્યું હતું. દરમિયાન સગર્ભા મંજુલાબેનને પ્રસવ પીડા ઉપડી હતી. જેને લઇને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. દરમિયાન રેલવેનો સ્ટાફ પણ તે સ્થળે દોડી આવ્યો હતો. સ્થિતી પારખી જઇને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તેવામાં પ્લેટફોર્મ પર ઉભેલી વડોદરા-વલસાડ ઇન્ટરસીટી ટ્રેનનો મુસાફરોથી ભરેલો એક કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો. બાદમાં મંજુલાબેનને તેમાં લઇ જવામાં આવ્યા હતા. સાથે જ 108 ની ટીમના કર્મીઓ પણ હતા.

કિલકારી રેલવેના કોચમાં ગુંજી ઉઠી

ટ્રેનના કોચમાં મંજુલાબેનની સફળ નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી હતી. મંજુલાબેને દિકરીને જન્મ આપ્યો હતો. બાળકની પહેલી કિલકારી રેલવેના કોચમાં ગુંજી ઉઠી હતી. બાદમાં માતા-દિકરીને 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, વડોદરા રેલવે તંત્ર અને 108 કર્મીઓના સંયુક્ત પ્રયાસથી ટ્રેનના કોચમાં મહિલાની સફળ ડિલીવરી થઇ શકી હતી. ઘટના જોનારા-જાણનારા તમામ રેલવે અને 108 ના સ્ટાફની કામગીરીની સરાહના કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : બે શહેરની પોલીસે મળી અંતિમ પગલું ભરવા જતી યુવતિ બચાવી

Whatsapp share
facebook twitter