+

VADODARA : કારમાં બેસી લાંચ માંગતો રેલવે ASI સસ્પેન્ડ

VADODARA : વડોદરા (VADODARA) માં કારમાં બેસીને ખાખી વર્દી પહેરીને લાંત માંગતા રેલવે (VADODARA RAILWAY ASI) એએસઆઇનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે બાદ રેલવો પોલીસના ઉચ્ચ…

VADODARA : વડોદરા (VADODARA) માં કારમાં બેસીને ખાખી વર્દી પહેરીને લાંત માંગતા રેલવે (VADODARA RAILWAY ASI) એએસઆઇનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે બાદ રેલવો પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. અને લાંચિયા રેલવે એએસઆઇને (RAILWAY ASI SUSPEND) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

છોડી દેવા માટે આજીજી

તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) સર્કલમાં એક વિડીયો ભારે વાયરલ થવા પામ્યો હતો. આ વાયરલ વિડીયોમાં કારના પાછળના ભાગે ખાખી વર્દીમાં બેઠેલ એક જવાન આગળની સીટ પર બેઠેલા મહિલા અને યુવાન સાથે વાત કરી રહ્યો છે. વિડીયોમાં બંને છોડી દેવા માટે આજીજી કરતા જોવા મળી રહ્યા છે. ગમે તેટલી વખત આજીજી કરવા છતાં તે ટસનોમસ થયો ન હતો. અને કોઇ પણ જાતની શર્મ રાખ્યા વગર પૈસા માંગતો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું હતું. લોકો પૈસા આપવા પણ તૈયાર હતા. છતાં તેણે વધુ પૈસાની માંગણીનું રટણ ચાલુ રાખ્યું હતું.

ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું

આ વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. જે બાદ ખાખી વર્દીમાં દેખાતો માણસ કોણ છે, તેની ઓળખ કરવા માટે તપાસ સોંપવામાં આવી હતી. રેલવે એસપી દ્વારા સમગ્ર પ્રકરણને લઇને તપાસ સોંપવામાં આવતા તેમાં ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું હતું. વાયરલ વિડીયોમાં લાંચની વાત કરનાર બીજો કોઇ નહિ પરંતુ વડોદરાના રેલવે પોલીસમાં ફરજરત અને હાલ છાયાપુરી રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ ગીરવતસિંહ હોવાનું બહાર આવ્યું હતું. ગીરવતસિંહ જે લોકો પાસે સતત પૈસાની માંગણી કરી રહ્યો હતો, તેઓ મહેસાણાથી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

કડક કાર્યવાહી ચર્ચાનો વિષય બની

ઉપરોક્ત મામલે વાયરલ વિડીયોમાં દેખાતા જવાનની ઓળખ એએસઆઇ ગીરવતસિંહ થતા જ રેલવે એસપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પહેલા વાયરલ વિડીયો અને ત્યાર બાદ હવે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો — VADODARA : મિત્રના લગ્નમાંથી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત

Whatsapp share
facebook twitter