+

VADODARA : સાંસદ અને ઉમેરવાદ રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોરમાં તપાસનો રેલો મોટા નેતા સુધી પહોંચશે

VADODARA : વડોદરા (VADODARA) માં સતત બે ટર્મથી ચૂંટાઇને આવતા સાંસદ અને ત્રીજી ટર્મ માટેના ઉમેદવાર રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT) વિરૂદ્ધ પોસ્ટર વોર (POSTER WAR) શરૂ કરનારા કોંગ્રેસ આગેેવાનોની…

VADODARA : વડોદરા (VADODARA) માં સતત બે ટર્મથી ચૂંટાઇને આવતા સાંસદ અને ત્રીજી ટર્મ માટેના ઉમેદવાર રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT) વિરૂદ્ધ પોસ્ટર વોર (POSTER WAR) શરૂ કરનારા કોંગ્રેસ આગેેવાનોની ગતરોજ જ ધરપડક કરી લેવામાં આવી છે. ત્યારે આજે  વારસીયા પોલીસ દ્વારા તપાસના આગળ વધારતા શહેર પ્રમુખ રૂત્વિજ જોશી (RUTVIJ JOSHI) ને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ પોલીસ મથકમાંથી છુટેલા કોંગી આગેવાન દ્વારા લોકસભાની ટીકીટની પાર્ટી આપે તો લડવા તૈયાર હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે આગળ તે પણ જોવું રહ્યું કે, પાર્ટી સ્ટંટ જોઇને ટીકીટ આવે છે કે કોઇ લાયકાત જોઇને.

ટીકીટ આપે તો લડવાની પ્રબળ ઇચ્છા દર્શાવી

ગતરોજ સવાર પડતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધમાં પોસ્ટરો લાગ્યા હતા. જોત જોતામાં તેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા. આ અંગે વારસીયા પોલીસ અને અટલાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા બંને જગ્યાએથી ત્રણ ત્રણ સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સમા પોલીસ મથકમાં પકડાયેલા આરોપી હેરી ઓડ દ્વારા પાર્ટી જો લોકસભાની ટીકીટ આપે તો લડવાની પ્રબળ ઇચ્છા દર્શાવવામાં આવી હતી.

PI એ પુષ્ટી કરી

જે બાદ આજે  વારસીયા પોલીસ દ્વારા ઉપરોક્ત મામલે તપાસ આગળ વધારતા અગ્રણી રૂત્વિજ જોશીને નોટીસ પાઠવવામાં આવી છે. અને બે દિવસમાં હાજર થવા માટે જણાવાયું છે. જેની પુષ્ટી પીઆઇ એસ. એમ. વસાવાએ કરી છે. હવે આ મામલે આગળ વધુ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

સ્ટંટ કેટલો ફળે છે તે જોવું રહ્યું

અત્રે નોંધનીય છે કે, ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે હજી કોંગ્રેસ ઉમેદવારની શોધ કરી શક્યું નથી. તેવામાં ટીકીટ મેળવવામ માટે ભાજપના સાંસદ વિરૂદ્ધ કરેલો સ્ટંટ કોને અને કેટલો ફળે છે તે આવનાર સમયમાં જોવું રહ્યું.

આ પણ વાંચો —  VADODARA : અનગઢ ગામ પાસે મહિસાગર નદીનું પાણી દુર્ગંધ મારતુ અને દુષિત જણાયુ

Whatsapp share
facebook twitter