+

VADODARA : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ભૂખ્યા ટળવળ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના સલાટવાડાની મહારાણી ચિમનાબાઇ હાઇસ્કુલમાં મતદાન મથક (POLLING BOOTH) ઉભુ કરવામાં આવ્યું છે. અહિંયા ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીઓને જમવાનું નહિ મળ્યું હોવાની ઘટના સામે આવી છે.…

VADODARA : વડોદરા (VADODARA) ના સલાટવાડાની મહારાણી ચિમનાબાઇ હાઇસ્કુલમાં મતદાન મથક (POLLING BOOTH) ઉભુ કરવામાં આવ્યું છે. અહિંયા ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીઓને જમવાનું નહિ મળ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને તેમનામાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. ઇવીએમ મશીન સહિતની જવાબદારી હોવાથી તેઓ બહાર જઇ શકતા નથી. અને અત્યાર સુધી તેમને કોઇએ જમવાનું નહિ પુછ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

મહિલા કર્મચારીને ચક્કર આવ્યા

શહેરના સલાટવાડામાં મહારાણી ચિમનાહાઇ હાઇસ્કુલ આવેલી છે. અહિંયા 8 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથક પર ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીઓને જમવાનું નહિ મળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. સાથે જ તેમને કોઇએ જમવાનું પુછ્યુ પણ નહિ હોવાનું તેઓ ઉમેરી રહ્યા છે. દરમિયાન એક મહિલા કર્મચારીને ચક્કર આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું છે. સાથે જ તેમણે ચૂંટણી તંત્રની અવ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે.

કોઇ પણ પુછવા માટે આવ્યું નથી

પ્રિસાઇડીંગ ઓફિસર જણાવે છે કે, સવારથી અમે આવ્યા છીએ. સવારથી કોઇ સ્થાનિક વ્યક્તિ પણ પુછવા નથી આવ્યું. સવારથી ભૂખ્યા છીએ, દુખ તો થાય પણ હવે શું કરવાનું. કોઇ પણ પુછવા માટે આવ્યું નથી

મશીન હોવાથી જવાબદારી

અન્ય પ્રિસાઇડીંગ ઓફિસર જણાવે છે કે, ગઇ કાલે સવારે સાત વાગ્યાથી અમને ડિસ્પેચીંગ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. 6 મે થી લઇને આજે 7 મે, થઇ અમારી ચા માટે પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભૂખ્યા હોવાથી અમારા મહિલા પોલીંગ ઓફિસરને ચક્કર પણ આવ્યા છે. અમારી પાસે મશીન હોવાથી જવાબદારી છે, અમારાથી બહાર જઇ શકાય તેમ નથી. બહારથી કોઇ આવી શકે તેમ નથી. અમે બિસ્કીટ અને ચા પર માંડ કામકાજ ચલાવ્યું છે. માનવતાની દ્રષ્ટિએ કોઇએ તો આગળ આવવું જોઇએ. અમારા આસિસ્ટન્ટ, પ્યુન અને પ્રિસાઇડીંગ ઓફિસર ભૂખથી ટળવળી રહ્યા છે. ઉપલા અધિકારીને કાલે પુછ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પૈસા મળી જશે. ફૂડ પેકેટ મોકલી આપ્યું હોત તો પણ અમને સંતોષ થતો.

આ પણ વાંચો — VADODARA : હયાત મતદારનું નામ યાદીમાંથી ગાયબ થતા આગેવાનો દોડ્યા

Whatsapp share
facebook twitter