+

VADODARA : નિવૃત્ત NRI જોડે બક્ષિસ લેખ લખાવી રૂ. 1.18 કરોડની છેતરપિંડી

VADODARA : વડોદરા (VADODARA) ના મકાન લે-વેચનું કામ કરનારે નિવૃત્ત એનઆરઆઇ (NRI) જોડે બક્ષિસ લેખ લખાવીને તેમના 10 પૈકી 8 ફ્લેટ્સ વેચીને તેના પૈસા ઓહિયા કરી જવાની ઘટના વડોદરા ક્રાઇમ…

VADODARA : વડોદરા (VADODARA) ના મકાન લે-વેચનું કામ કરનારે નિવૃત્ત એનઆરઆઇ (NRI) જોડે બક્ષિસ લેખ લખાવીને તેમના 10 પૈકી 8 ફ્લેટ્સ વેચીને તેના પૈસા ઓહિયા કરી જવાની ઘટના વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) પહોંચી છે. આ મામલે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે મકાન લે-વેચ કરનાર શખ્સની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

માતા પિતા આફ્રિકા રહેતા

મૂળ આણંદ જિલ્લાના અને હાલમાં લંડનમાં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા જીતેન્દ્ર રાવજીભાઈ પટેલે ડીસીબી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમનું મુળ વતન ધર્મજ રણોલી બોરસદ છે. તેમના માતા પિતા આફ્રિકા રહેતા હતા, ત્યાં જન્મ થયો હતો. બાદમાં માતા પિતા સાથે મહારાષ્ટ્રમાં શિફ્ટ થયા હતા, થોડાક વર્ષો બાદ મારા માતા-પિતા સાથે લંડન ખાતે રહેવા ગયા હતા.

સંકલ્પ ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું

બાદમાં વર્ષ 2011માં બે ભાઈએ મૂડી રોકાણ કરવાના હેતુથી માંજલપુર ગામ ભાથીજી મંદિર સામે ક્રિષ્ના એવન્યુના તથા ગોત્રી ટીબી દવાખાનાની સામે સંકલ્પ ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. જેના બિલ્ડર ફ્લેટ સુદેવ ડેવલપર્સના હતા. તેઓની પાસેથી માંજલપુર ક્રિષ્ના એવન્યુ ફ્લેટ નંબર 102, 202, 204, 301,302, 304 નો દસ્તાવેજ બે ભાઇઓના નામે અકોટા રજીસ્ટ્રેશન કચેરી ખાતે કરાવ્યો હતો.

મકાન લેવેચનું કામ કરતા

આ સાથે ગોત્રી ખાતે આવેલ સંકલ્પ ફ્લેટ નંબર 104, 201, 202 અને 204નો દસ્તાવેજ બંને ભાઇઓ નામે સમા રજીસ્ટર કચેરી ખાતે નોંધણી કરાવ્યો હતો. જે તમામ ફ્લેટના રૂ. 1.17 કરોડ ખરીદી કરી હતી. બાદમાં વર્ષ 2022માં બંનેભાઈ ભારત પરત ફર્યા હતા અને ગોત્રી ખાતે આવેલા સંકલ્પ ફ્લેટ ઉપર તપાસ કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેજસ મહેન્દ્ર ભટ્ટ (103 પરમ પેરેડાઇઝ રામેશ્વર વિદ્યાલય પાછળ ગોત્રી વડોદરા શહેર) જોડે મુલાકાત થઇ હતી. અને તેઓએ એસ્ટેટ બ્રોકર હોવાની ઓળખ આપી હતી બાદમાં મકાન લેવેચનું કામ કરે છે તેમ જણાવ્યું હતું.

સંપર્કમાં ખરીદારો છે

ત્યારબાદ ચાર ફ્લેટ વેચવાના હોવાથી તેઓ સારી બજાર કિંમતથી વેચી આપશે તેવી વાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે આ તેજસ મહેન્દ્ર ભટ્ટનો મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો અને માંજલપુર વાળા ફ્લેટ જોવા માટે જણાવ્યું હતું. બાદમાં માંજલપુર ખાતેના ફ્લેટ જોયા પછી જણાવ્યું કે, તેઓના સંપર્કમાં ખરીદારો છે. આ ફ્લેટો સારા ભાવે તેઓ વેચી આપશે. બાદમાં તેઓએ બંને ભાઈને ફોર્ચ્યુન ચેમ્બર ખાતેની ઓફીસે બોલાવ્યા હતા. ત્યારબાદ જણાવ્યું કે આ તમામ ફ્લેટ લેવા માટે ગ્રાહકો તૈયાર છે અને તેની કિંમત રૂ. 1.18 કરોડ આવશે. જે બાદ બંનેએ તૈયારી દર્શાવી હતી.

દસ્તાવેજ થઇ શક્યા ન્હતા

તે અંગેનો એક અઠવાડિયામાં દસ્તાવેજ થઈ જશે, તેવી તૈયારીની વાત થઇ હતી. ત્યારબાદ બંને ભાઇઓ સપ્ટેમ્બર 2022 સુધી રોકાયા હતા અને બાદમાં એક ભાઈને યુકે જવાનું થયું હતું. બાદમાં તેઓ બે-ત્રણ વાર તેજસ ભટ્ટને મળ્યા હતા અને જો કે, મકાનના દસ્તાવેજ નિયત સમયમાં થઇ શક્યા ન્હતા.

બક્ષિસ લેખ કરી આપવો પડશે

બાદમાં તેમણે યુકે જવાનો સમય થઇ ગયો હતો. જેથી તેજસ ભટ્ટે જણાવ્યું કે તમારા ફ્લેટ્સ વેચવામાં સમય લાગી શકે તેમ છે. તો તમારે ફ્લેટો વેચવા માટે તમારે મને બક્ષિસ લેખ કરી આપવો પડશે. અને તે આધારે તમારા ફ્લેટ્રસનું વેચાણ કરી અને જેમ જેમ ફ્લેટ વેચાશે તેમ તેમ રૂપીયા આપી દઇશ આપીશ.

ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

બાદમાં તેજસે જણાવ્યું કે, બક્ષિસ લેખો તથા સમજૂતી કરાર કરવો પડશે અને આ ફ્લેટ્સની નક્કી કરેલી કિંમત તમને ચેક દ્વારા સિક્યુરિટી પેટે હું લખી આપું છું જેથી તેઓને વિશ્વાસ આવ્યો હતો. અને ત્યારબાદ તેઓએ તમામ ફ્લેટ રજીસ્ટર બક્ષિસ લેખ કરી આપ્યા હતા. બાદમાં માંજલપુર અને ગોત્રી ખાતેના 10 ફ્લેટ પૈકી 8 ફ્લેટો તેજસ ભટ્ટે અન્ય વ્યક્તિઓને વેચી માર્યા હતા. પરંતુ તેનું પેમેન્ટ ફરિયાદીને ના કરતા આખરે સમગ્ર મામલે ડીસીબી ક્રાઈમ પોલીસ મથકમાં તેજસ મહેન્દ્ર ભટ્ટ (103 પરમ પેરેડાઇઝ રામેશ્વર વિદ્યાલય પાછળ ગોત્રી વડોદરા શહેર) સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : બાકી ગેસ બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય

Whatsapp share
facebook twitter