+

VADODARA : નર્મદા ભવનમાં આવેલા અરજદારો માંડ બચ્યા

VADODARA : વડોદરામાં જર્જરિત બિલ્ડીંગ-મકાનોને લઇને પાલિકાનું તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. પરંતુ તેમાં માત્ર રહેણાંક વિસ્તારોનો જ સમાવેશ થાય છે. પાલિકા દ્વારા અત્યાર સુધી કોઇ જર્જરિત માળખાને…

VADODARA : વડોદરામાં જર્જરિત બિલ્ડીંગ-મકાનોને લઇને પાલિકાનું તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. પરંતુ તેમાં માત્ર રહેણાંક વિસ્તારોનો જ સમાવેશ થાય છે. પાલિકા દ્વારા અત્યાર સુધી કોઇ જર્જરિત માળખાને નોટીસ ફટકારી હોય તેવું ધ્યાને આવ્યું નથી. દરમિયાન તાજેતરમાં જર્જરિત નર્મદા ભવનની પેરાફીટ ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે અરજદારો બચી ગયા હોવાનું સપાટી પર આવ્યું છે, આમ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ શરૂઆતથી જ સવાલો ઉઠવા પામ્યા છે.

તંત્ર એક્શનમાં આવ્યું

વડોદરામાં જર્જરિત માળખા સામે નોટીસો ફટકારી મહત્વના કનેક્શન કાપતી પાલિકાના ધ્યાને જર્જરિત નર્મદા ભવન આવ્યું ન્હતું. નર્મદા ભવનમાં મહત્વના સરકારી વિભાગોની કચેરીઓ આવેલી છે. અહિંયા હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે, ત્યારે આ માળખું જર્જરિત હોવાથી કોઇ મોટી દુર્ઘટનાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેવામાં મીડિયા મારફતે નર્મદા ભવન ની જર્જરિત હાલત તાજેતરમાં ઉજાગર થઇ હતી. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને કામગીરી હાથ ધરી હોય તેમ જાણવા મળી રહ્યું છે. પરંતુ તેની સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. કામગીરી સમયે ઉપરથી પડેલા પોપડાને લઇને બે અરજદારો બચી ગયા હતા.

મરી ગયા પછી કોણ જવાબદાર

બચી ગયેલા અરજદાર સંજયભાઇ જણાવે છે કે, કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી ખુલ્લેઆમ જોવા મળી રહી છે. આટલી કામગીરી છતાં ક્યાંય બેરીકેટીંગ કરવામાં આવ્યું નથી. જનસેવા કેન્દ્ર માં લોકોની લાઇનોની લાઇનો હોય છે. તે છતાં કોઇ કાળજી લીધા વગર કામ ચાલી કરી દીધું છે. કોઇને જાણ પણ કરવામાં આવી નથી. મારી બાજુમાં પતરા કાઢ્યા તેનો ખીલ્લો પડ્યો હતો. તે ખીલ્લો માથા પર પડ્યો હોત તો ! મરી ગયા પછી કોણ જવાબદાર !

આ પણ વાંચો — VADODARA : છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લેતા મોટું નુકશાન

Whatsapp share
facebook twitter