+

Amethi : વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું..5 લોકો જલ્દી મરી જવાના છે…..

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા હત્યા કરનાર આરોપી ચંદન વર્માની શુક્રવારે ધરપકડ આરોપીએ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવીને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો પોલીસે…
  • ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા
  • હત્યા કરનાર આરોપી ચંદન વર્માની શુક્રવારે ધરપકડ
  • આરોપીએ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવીને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો
  • પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો
  • આરોપીએ વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું..પાંચ લોકો જલ્દી મરી જવાના છે.

Amethi Murder Case : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા (Amethi Murder Case) કરવામાં આવી છે. દલિત શિક્ષક અને તેના પરિવારની હત્યા કરનાર આરોપી ચંદન વર્માની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે તેની સાથે પોલીસનું તેની સાથે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર દરમિયાન ચંદનને જમણા પગમાં ગોળી વાગી હતી. હત્યામાં સંડોવાયેલી પિસ્તોલ કબજે કરવા માટે લઈ જતાં એન્કાઉન્ટર થયું હતું. તેણે પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી હતી તે સમયે પોલીસે સ્વરક્ષામાં સામો ગોળીબાર કર્યો હતો.

એન્કાઉન્ટર મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું

તે ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવીને પોલીસ પર ફાયરિંગ કરવા જઈ રહ્યો હતો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. ગોળી ચંદનના જમણા પગમાં વાગી હતી. પોલીસે ચંદનને તિલોઈ સીએચસીમાં દાખલ કર્યો છે. ચંદન પર અમેઠીના અહોર્વ ભવાનીમાં એક પરિવારના 4 લોકોની હત્યાનો આરોપ છે. મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું.

આ પણ વાંચો–રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ

જેવર ટોલ પ્લાઝા પાસે ધરપકડ

પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમેઠીના એસપી અનુપ કુમાર સિંહે કહ્યું, ‘ગુરુવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. મુખ્ય આરોપી ચંદન મૌર્યને એસટીએફ દ્વારા જેવર ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીને મહિલા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધમાં હતો. થોડા સમયથી તેમની વચ્ચે તકરાર ચાલી રહી હતી. આ કારણોસર તે તણાવમાં હતો. તેણે એક જ પરિવારના ચાર લોકોને (પતિ, પત્ની અને તેમના બે બાળકો) ગોળી મારી હતી. ઘટના સ્થળેથી હજુ સુધી હથિયારો મળ્યા નથી. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ ગુનો કબૂલી લીધો

એસપી અનુપ કુમાર સિંહે જણાવ્યું કે મુખ્ય આરોપી ચંદન મૌર્યની એસટીએફ દ્વારા જેવર ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે તે મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો. આ કારણોસર તે તણાવમાં હતો. તેણે તણાવમાં આ ગુનો કર્યો હતો.

આ પણ વાંચો—Amethi Hatyakand નો મુખ્ય આરોપી ઝડપાયો, 5 માસૂમના જીવ લીધા હતાં…

ચંદને પણ ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

અમેઠીના શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહોરવા ભવાની ચોક પર ભાડાના મકાનમાં રહેતા શિક્ષક સુનીલ કુમાર (35), તેમની પત્ની પૂનમ (32), પુત્રી દ્રષ્ટિ (6) અને એક વર્ષની પુત્રી સુનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એસપીએ કહ્યું, ‘આરોપી વર્મા રાયબરેલી જિલ્લાનો રહેવાસી છે. એવું લાગે છે કે તે પીડિતાના ઘરે પહોંચ્યો અને કોઈ કારણસર ગુસ્સે થઈ ગયો, ત્યારબાદ તેણે પરિવારના તમામ સભ્યો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. અધિકારીએ કહ્યું કે ચંદને પણ ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગોળી વાગી ન હતી. વર્માએ ઘટનાસ્થળે પિસ્તોલમાંથી કુલ 10 ગોળીઓ ચલાવી હતી.

પાંચ લોકો જલ્દી મરી જવાના છે,

જ્યારે વર્માને પાંચ લોકોના મોત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસપીએ કહ્યું, ‘પરિવારના ચાર સભ્યોની હત્યા કર્યા પછી તેણે પોતાને પણ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. તે પાંચમો વ્યક્તિ હતો, પરંતુ તેનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો. ચંદને 12 સપ્ટેમ્બરે પોતાના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે, “પાંચ લોકો જલ્દી મરી જવાના છે, હું તેમને જલ્દી જોઇ લઇશ .”

પૂનમે 18 ઓગસ્ટે ફરિયાદ પણ નોંધાવી હતી

આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો, જ્યારે વિપક્ષે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રારંભિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પૂનમે 18 ઓગસ્ટે રાયબરેલીમાં ચંદન વર્મા વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989 હેઠળ છેડતી અને ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. અમેઠીના પોલીસ અધિક્ષક અનૂપ કુમાર સિંહે ગુરુવારે કહ્યું કે પૂનમે ફરિયાદમાં લખ્યું છે કે, ‘જો મને અથવા મારા પરિવારને કંઈ થશે તો તેના માટે વર્માને જવાબદાર ગણવો જોઈએ.’

આ પણ વાંચો–ભારતમાં માનવતા મરી પરવારી! વધુ એક યુવતી બની ગેંગરેપનો શિકાર

Whatsapp share
facebook twitter