+

VADODARA : MSU માં લોકપાલ નિમણૂંકની જાહેરાત 15 દિવસ બાદ કરાઇ

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) સહિત અન્ય યુનિ.ને UGC દ્વારા ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ યુનિ. સત્તાધીશો દ્વારા 25 જુનના રોજ નિવૃત્ત…

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) સહિત અન્ય યુનિ.ને UGC દ્વારા ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ યુનિ. સત્તાધીશો દ્વારા 25 જુનના રોજ નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર એમ દવેની લોકપાલ તરીકે નિમણુંક કરી હતી. જો કે, આ વાતની જાણ મોડે મોડે 15 દિવસ બાદ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. યુનિ. સત્તાધીશો દ્વારા અગાઉ લોકપાલન નિમણુંક નહી કરવાના કારણોસ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડિફોલ્ટર લિસ્ટમાં સામેલ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આજકાલ ગેરવહીવટના કારણે વધારે ચર્ચામાં રહે છે. ક્યારેક એડમિશનનો મામલો હોય, તો ક્યારેક યુજીસીના નિયમોનું પાલન નહી કરીને ડિફોલ્ટર લિસ્ટમાં સામેલ થવાની ઘટના હોય, કે પછી રૂ. 2 હજાર ના નુકશાન બદલ યુનિ.ના 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ હોય. આ તમામ મુદ્દે યુનિ.ની આબરૂનું ધોવાણ થયું હતું. છતાં તંત્ર સુધરવાનું નામ નથી લઇ રહ્યું. તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ડિફોલ્ટર તરીકે જાહેર કરી હતી.

ચોક્કસ કારણનો અંદાજો લગાડવો મુશ્કેલ

જેમાં યુનિ. દ્વારા લોકપાલની નિમણૂંક નહી કરવાના કારણોસર આ પગલું લેવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. જે બાદ યુનિ. સત્તાધીશો દ્વારા 25 જુનના રોજ યુનિ.માં નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર એમ દવેની લોકપાલ તરીકે નિમણુંક કરાઇ હતી. તે અંગેની માહિતી 15 દિવસ બાદ 9 જુલાઇના રોજ સામે આવવા પામી છે. આટલા મહત્વના મુદ્દે જાહેરાત કરવામાં કેમ વાર લાગી તે અંગેના કોઇ ચોક્કસ કારણનો અંદાજો લગાડવો મુશ્કેલ છે.

દબાણમાં પગલું ભરવામાં આવ્યું

તો બીજી તરફ લોકપાલની નિમણૂંકની જાહેરાત બાદ તેમનો સંપર્ક ક્યાં કરવો, તેમની ઓફીસ ક્યાંથી સંચાલન થશે, તેમનું ઇમેલ એડ્રેસ જેવી સામાન્ય માહિતી પણ આપવામાં આવી નથી. હાલ તબક્કે માત્ર યુનિ. દ્વારા નિમણૂંક કરવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેનાથી વધારે કોઇ માહિતી સામે નહી આવતા લાગે છે કે, યુનિ. દ્વારા યુજીસી તરફથી વધુ આકરા પગલાં લેવામાં ન આવે તે દબાણમાં આ પગલું ભરવામાં આવ્યું હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો —  VADODARA : પારૂલ યુનિ.ના રેક્ટરે રૂ. 31.90 લાખનો ચુનો ચોપડ્યો

Whatsapp share
facebook twitter