VADODARA : વડોદરા (VADODARA) માં મોબાઇલ સેરવતી ટોળકીનો નવો કિમિયો સામે આવ્યો છે. આ ટોળકી દ્વારા પ્રથમ મોઢા પર રૂમાલ નાંખવામાં આવે છે, ગણતરીની સેકંડોમાં મોઢા પરનો રૂમાલ દુર થાય તેની સાથે જ ખીસ્સામાં રહેલો મોબાઇલ પણ ગાયબ થઇ જાય છે. આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. આ ઘટના રાવપુરા હનુમાનજી મંદિર પાસે આવેલા બિલ્ડીંગની હોવાનું અનુમાન છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં કસુરવારો સુધી પહોંચે તે જોવું રહ્યું.
વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
વડોદરામાં મોબાઇલ સેવરતી ટોળકી નવા કિમિયા સાથે બજારમાં ફરતી હોવાની ઘટના સામે આવી છે. આ કિમિયામાં ગણતરીના સેકંડોમાં જ મોબાઇલ ગાયબ થઇ જાય છે. અને જ્યાં સુધી શખ્સ પોતાનો મોબાઇલ શોધે ત્યાં તો આ ટોળકી ત્યાંથી ફરાર થઇ જાય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, એક મહિલા અને બે બાળકો આગળ પાછળ ફરી રહ્યા છે. તે પૈકી એકના હાથમાં રૂમાલ છે.
ટોળકી ફરાર થઇ જાય
આ લોકો એ રીતે ચાલાકી કરે છે કે, અજાણ્યા શખ્સ પર પ્રથમ રૂમાલ નાંખે છે. ગણતરીના સેકંડોમાં રૂમાલ શખ્સની નજરથી દુર થાય છે. આટલા જ સમયમાં આ ટોળકી મોબાઇલ સેરવી લે છે. આ ઘટના બાદ મોબાઇલ પણ ગાયબ થયો હોવાની જાણ શખ્સને જ્યારે થાય ત્યાં સુધીમાં તો આ ટોળકી ફરાર થઇ જતી હોય છે. હાલ જે વીડિયા વાયરલ થઇ રહ્યો છે, તે રાવપુરા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા સનરાઇઝ પોઇન્ટ બિલ્ડીંગનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ ઘટનામાં આ ટોળકીને કેટલા સમયમાં પકડાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો — VADODARA : SSG હોસ્પિટલમાં સેફ્ટી વગર રંગરોગાન ચાલુ