+

VADODARA : સેફ ગણાતી લોકસભા-વિધાનસભા બેઠક પર ભાજપની જીત, ધારી લીડ ન મળી

VADODARA : વડોદરા (VADODARA SAFE SEAT) માં સેફ ગણાતી લોકસભાની બેઠક અને વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારોની જંગી બહુમતીથી જીત થઇ છે. પરંતુ લોકસભાની બેઠકમાં ધારી લીડ ન મળી…

VADODARA : વડોદરા (VADODARA SAFE SEAT) માં સેફ ગણાતી લોકસભાની બેઠક અને વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારોની જંગી બહુમતીથી જીત થઇ છે. પરંતુ લોકસભાની બેઠકમાં ધારી લીડ ન મળી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. વડોદરાના સાંસદ તરીકે ડો. હેમાંગ જોશીને પ્રમાણીત કરવામાં આવ્યા છે. સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજયી થયો છે. ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને 8,73,189 મત મળ્યા છે. જૈ પૈકી 5,82,126 મતોની લીડ છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાધેલાએ 1,21,806 મત મેળવ્યા છે. જે પૈકી 79,112 મતોની લીડ છે.

VADODARA MP DR. HEMANG JOSHI

VADODARA MP DR. HEMANG JOSHI

શરૂઆતના સમયમાં રસાકસી

વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટણી શરૂઆતના સમયમાં રસાકસી ભરી જણાતી હતી. ભાજપે પ્રથમ લોકસભાની ટીકીટ રંજનબેન ભટ્ટને આપી હતી. પરંતુ બાદમાં વિવાદ થતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી. જે બાદ ડો. હેમાંગ જોશી પર કળશ પસંદગી ઉતારવામાં આવી હતી. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને ટીકીટ આપી હતી. બીજી તરફ વાઘોડિયા બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મધુુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરીને ત્રિપાંખીયા જંગના એંધાણ કર્યા હતા. જો કે, બાદમાં તેમણે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધો હતો. બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક આગેવાન કનુભાઇ ગોહિલને ટીકીટ આપી હતી.

ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો

ભાજપના ઉમેદવારો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. તેની સામે કોંગ્રેસનો પ્રચાર ફીક્કો જણાતો હતો. આમ, તો પહેલાથી જ વડોદરાની સેફ ગણાતી બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હતી. પરંતુ લીડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો શહેરીજનો માટે નવા હતા. પરંતુ ઝંઝાવાતી પ્રચાર અને સંગઠનના સતત પ્રયાસોના કારણે ભાજપના ઉમેદવારને મોટી બહુમતી મળવા પામી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે બયાનબાજી બહુ ચાલી હતી. પરંતુ આખરમાં પ્રજાએ કોંગ્રેસ અને તેના સમર્થકોને જાકારો આપીને ભાજપના ઉમેદવાર પર પસંદગી ઢોળી છે. લોકસભા બેઠકને લઇને સી આર પાટીલ દ્વારા અગાઉ જણાવાયું હતું કે, આ બેઠક પરથી 10 લાખની લીડ મળી શકે તેમ છે. જો કે, તેના નજીક પણ જવા માટે સફળતા મળી શકી ન્હતી.

વાઘોડિયા બેઠક પર ઐતિહાસીક લીડ

ભાજપના લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીને 873189 મત મળ્યા છે. જૈ પૈકી 5,82,126 મતોની લીડ છે. તો વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાધેલાએ 1,21,806 મત મેળવ્યા છે. જે પૈકી 79,112 મતોની લીડ છે. જો કે, વાઘોડિયા બેઠક પર ઐતિહાસીક લીડ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ વડોદરાની સ્થાપના વર્ષ 1721માં કરી હતી ત્યાર પછી 1949માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. ગરબા કેપિટલ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ શહેર રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. વર્ષ 1957માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે. 2014 થી રંજનબેન ભટ્ટને સતત જનતાએ આશીર્વાદ આ બેઠક પર આપ્યા હતા. આ વખતે તેમને ટીકીટ આપવામાં આવી હતી. પરંતુ તેમણે ઇનકાર કરતા આખરે ડો. હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી હતી.

કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો

કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે. જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 91 હજાર 109 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 50 હજાર 244 સહિત કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો છો.

વડોદરામાં જ્ઞાતિવાદી સમીકરણ

  1. દલિત – 16 ટકા
  2. પાટીદાર – 14 ટકા
  3. ઓબીસી – 12 ટકા
  4. મુસ્લિમ – 12 ટકા
  5. રાજપૂત – 11 ટકા
  6. બ્રાહ્મણ – 10 ટકા
  7. અન્ય – 15 ટકા

આ પણ વાંચો — Banaskantha : જીત બાદ જનતાનું અભિવાદન ઝીલતા ગેનીબેન થયાં ભાવુક, જુઓ Video

Whatsapp share
facebook twitter