+

VADODARA : પત્ની માટે “ત્રાસવાદી” બનેલો પતિ એક ફોનકોલથી જ સુધરવા તૈયાર

VADODARA : વડોદરા (VADODARA) માં પત્ની માટે ત્રાસવાદી બનેલો પતિ તેણીને પરેશાન કરવાની કોઇ પણ તક છોડતો ન હતો. જેથી આખરે મહિલા દ્વારા મહિલા હેલ્પ લાઇન અભયમમાં (FEMALE HELPLINE ABYAHAM…

VADODARA : વડોદરા (VADODARA) માં પત્ની માટે ત્રાસવાદી બનેલો પતિ તેણીને પરેશાન કરવાની કોઇ પણ તક છોડતો ન હતો. જેથી આખરે મહિલા દ્વારા મહિલા હેલ્પ લાઇન અભયમમાં (FEMALE HELPLINE ABYAHAM ) ફોન કર્યો હતો. જે બાદ અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ હાથ ધરતા પતિએ સુધરવા માટેની તક માંગી હતી. આમ, અભયમની ટીમે મામલાનું અસરકારક કાઉન્સિલીંગ થકી સમાધાન મેળવ્યું હતું.

અંતમાં ઝઘડામાં પરિણમે

અભયમને કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સ્થિતી જાણવાનો પ્રસાય કર્યો હતો. તેમાં જાણ્યું કે, છેલ્લા ચાર મહિનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે. પત્નીના મોસાળમાં લગ્નપ્રસંગ હોવાથી તે ત્યાં જા તો પતિ તેના પર શંકા કરે છે, જે અંતમાં ઝઘડામાં પરિણમે છે. પત્ની વિશે પતિ જ ખોટી ખોટી અફવાહ ફેલાવે છે. પત્નીની ઇચ્છા તે તેની સ્થિતી સમજવાનો પ્રયાસ તે નથી કરતો. પત્નીની મરજી વિરૂદ્ધ જાતીય સંબંધ રાખવા માટે દબાણ કરે છે. સાથે જ માનસિક ત્રાસ પણ આપે છે.

અપશબ્દો બોલે

વધુુમાં મહિલા જણાવે છે કે, તે રસોઇ બનાવવાનું કામ કરીને પોતાનું ઘર ચલાવે છે, સાથે જ બાળકોની ફી ભરે છે. આ તકે પતિએ સપોર્ટ કરવાની જગ્યાએ તે ઝઘડા કરે છે, અપશબ્દો બોલે છે, અને દિકરીની કોલેજની ફી ભરવાની ના કહીને તેને વધુ અભ્યાસ કરાવવાની ના પાડે છે. એક તરફની સંપૂર્ણ વિગત જાણીને અભયમની ટીમ દ્વારા પતિનું કાઉન્સિલીંગ કરવામાં આવે છે.

પરિસ્થિતી અને ઇચ્છાઓ જાણવી

અભયમની ટીમ જણાવે છે કે, પત્ની વિશે ખોટી શંકા કરી બદનામ કરવી નહિ. તે મહેનત કરીને આર્થિક સપોર્ટ કરી રહી છે, તે વાતનો આભાર માનવો.તેની ઇચ્છા વિરૂદ્ધ જાતીય સંબંધ બાંધવા દબાણ કરવું નહિ, તેમની પરિસ્થિતી અને ઇચ્છાઓ જાણવી. એકબીજાની જરૂરીયાતો સમજી વિચારીને જવાબદારી નિભાવવી જોઇએ. સાથે પત્નીને નજીકમાં નોકરી શોધવા જણાવ્યું હતું. અને પતિ-પત્નીએ ભેગા મળીને બાળકની ફી ભરવી. અસરકારક કાઉન્સિલીંગથી પતિ-પત્નિ એકબીજાના સંબંધ સુધારવા માટે મોકો આપવા તૈયાર થયા હતા. આમ, અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ થકી પરિવારને તુટતો બચાવ્યો હતો.

આ પણ વાંચો — VADODARA : મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરી લઇ જતા ખાનગી વાહનોની જગ્યાએ સન્નાટો

Whatsapp share
facebook twitter