+

VADODARA : સુરક્ષાને લઇ ફાયર વિભાગનું ચેકીંગ જારી, 8 કોમ્પલેક્ષ સીલ

VADODARA : વડોદરામાં પાલિકા (VMC – VADODARA) ના ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઇને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં વિતેલા 24 કલાકમાં 8 કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા…

VADODARA : વડોદરામાં પાલિકા (VMC – VADODARA) ના ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઇને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં વિતેલા 24 કલાકમાં 8 કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને ફાયર સેફ્ટીને લઇને બેદરકારી દાખવનારા લોકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ કામગીરી આવનાર સમયમાં પણ જારી રહેનાર છે.

એકમ સંચાલકોમાં ભારે દોડધામ

રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદથી વડોદરા પાલિકાના ફાયર વિભાગ તથા અન્ય વિભાગ દ્વારા મળીને સઘન ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે આજદિન સુધી જારી છે. આ ડ્રાઇવમાં લોકોની સુરક્ષાને લઇને બેદરકારી દાખવનારા એકમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને બાકી રહેલી ક્ષતી પૂર્ણ કરવા માટે એકમ સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ કામગીરી અંતર્ગત વિતેલા 24 કલાકમાં 8 કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે.

કાર્યવાહી જારી રહેશે

પાલિકાના ફાયર વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, સમીર બિલ્ડીંગ ( કોઠિ ચાર રસ્તા ), સિલ્વર ક્રસ્કેડ ( બગીખાના રોડ ), ઋષિકેશ ટાવર ( શાકમાર્કેટ વાળી ), મિડવે હાઇટ્ટ ( પંચમુખી હનુમાનજી મંદિર કાલાઘોડા ), ઉષા કિરણ એપાર્ટમેન્ટ ( રાવપુરા રોડ ), લક્ષ્ય ટાવર ( ફતેગંજ ), વી એવન્યુ કોમ્પલેક્ષ ( માંજલપુર ), શાલીમાર ચેમ્બર ( સરદાર ભુવન જુબેલીબાગ ) ને સીલ કરી દેવામાં આવ્યા છે. આવનાર સમયમાં પણ અપુરતી ફાયર સુરક્ષા ધરાવતા એકમો સામે કાર્યવાહી જારી રહેશે, તેમ વિભાગીય સુત્રોએ ઉમેર્યું છે.

આ પણ વાંચો — VADODARA : ડૂપ્લીકેટ પાવતીઓ થકી રૂ. 1.36 કરોડની ઉચાપત

Whatsapp share
facebook twitter