+

VADODARA : સિક્કિમમાં ફસાયેલો પરિવાર ટુંક સમયમાં પરત ફરશે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના રાણા પરિવારના સભ્યો સિક્કિમમાં ફરવા ગયા હતા. દરમિયાન સિક્કિમમાં વાદળ ફાટતા (SIKKIM CLOUD BURST) ભારે મુશ્કેલી સર્જાઇ હતી. અને વડોદરામાં રહેતા પરિવારના સભ્યો સાથે…

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના રાણા પરિવારના સભ્યો સિક્કિમમાં ફરવા ગયા હતા. દરમિયાન સિક્કિમમાં વાદળ ફાટતા (SIKKIM CLOUD BURST) ભારે મુશ્કેલી સર્જાઇ હતી. અને વડોદરામાં રહેતા પરિવારના સભ્યો સાથે ફરવા ગયેલા પરિવારના સભ્યોને સંપર્ક તુટ્યો હતો. જે બાદથી વડોદરામાં રહેતા સભ્યો પરિજનો અંગે ચિતીત હતા. આખરે આ વાત વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR. HEMANG JOSHI) સુધી પહોંચતા જ તેમણે તાત્કાલીક પરિવાર સાથે ટેલિફોનીક સંપર્ક કરાવ્યો હતો. બાદમાં સિક્કિમમાં સ્થિતી સુધરતા હાલ રાણા પરિવારને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાણા પરિવારના સભ્યોને જમીન માર્ગે પરત લાવવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં તેઓ વડોદરા પરત ફરશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

સાંસદે ટેલિફોનીક વાત કરાવી

વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો તાજેતરમાં સિક્કિમમાં ફરવા ગયા હતા. દરમિયાન ત્યાં વાદળ ફાટતા ફરવા ભૂસ્ખલનની સ્થિતી સર્જાઇ હતી. તેમાં રાણા પરિવાર ફસાયો હતો. તેવામાં સિક્કિમમાં ગયેલા રાણા પરિવારના સભ્યોનો વડોદરા રહેતા સભ્યો સાથે સંપર્ક તુટ્યો હતો. જેથી તેઓ ચિંતીત હતી. આ વાત વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી સુધી પહોંચતા તેમણે તાત્કાલીક સિક્કિમમાં ઓથોરીટી જોડે સંપર્ક કરીને પરિવારના સભ્યોની ટેલિફોનીક વાત કરાવી હતી. જે બાદ તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

ગાંગટોક જવાના રવાના

જે બાદ સિક્કિમમાં હવામાનની સ્થિતી સુધરતા તેમને રેસ્કયૂ કરી લેવામાં આવ્યા છે. પરિવારના સભ્યો હાલ ગાંગટોક જવાના રવાના થયા હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. ત્યાર બાદ તેઓ બાગડોગ્રા જશે, અને ત્યાંથી વડોદરા પરત આવશે. વાદળ ફાટતા સર્જાયેલી કટોકટી સમયે પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પરંતુ હવે સ્થિતી સુધરતા તેઓ પરત આવશે. જેને લઇને વડોદરામાં રહેતા પરિવારની મુશ્કેલી દુર થઇ હતી. અને તેમણે તંત્રનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો — VADODARA : ગણેશ ભક્તોની જીત, પોલીસ કમિશનર સાથેની મીટિંગ બાદ સુખદ અંત

Whatsapp share
facebook twitter