+

VADODARA : સાંસદ યુસુફ પઠાણને મદદ કરનારાઓની તપાસ કરો, મુખ્યમંત્રીને પત્ર

VADODARA : પૂર્વ ક્રિકેટર અને હાલમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ (EX CRICKETER AND TMC MP YUSUF PATHAN CONTROVERSY) દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણ કર્યુ હોવાનો મામલો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો…

VADODARA : પૂર્વ ક્રિકેટર અને હાલમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ (EX CRICKETER AND TMC MP YUSUF PATHAN CONTROVERSY) દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણ કર્યુ હોવાનો મામલો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે વડોદરાના પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અને યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પરત મેળવી, તેને મદદ કરનારાઓ સામે તપાસ કરાવવા માટેની વિનંતી કરવામાં આવી છે. આ મામલે ધારાસભ્ય, કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર અવાજ ઉઠાવી ચુક્યા છે. હવે મામલે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

99 વર્ષના ભાડા પટ્ટેથી મેળવવા

તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં – 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યા હતા. પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં – 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં જમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી.

પૂર્વ કોર્પોરેટરનો મુખ્યમંત્રીને પત્ર

આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરતા માર્ચ – 2012 માં મંજુરી મળી હતી. બાદમાં સભામાં તેને મંજુર કરવામાં આવી હતી. જો કે, દરખાસ્ત આગળ જતા રાજ્ય સરકાર દ્વારા યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી અંગે મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે કમ્પાઉન્ડ વોલ અને તબેલો બાંધી દીધો હોવાનું સામે આવતા ભારે હોબાળ મચી જવા પામ્યો છે. આ મામલે ધારાસભ્ય, કોર્પોરેચટર અને પૂર્વ કોર્પોરેટર રજૂઆત કરી ચુક્યા છે. હવે આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં સ્ટેટ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવીને પ્લોટ પાછો મેળવવા તેમજ લાગતા વળગતા અધિકારીઓ અથવા સ્થાનિક નેતાઓ દ્વારા મદદ કર્યા અંગે તપાસ કરાવવા માંગ કરવામાં આવી છે.

પ્લોટ પરત આપી દેવો જોઇએ

આ પત્રને લઇને રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ પત્રમાં ઉલ્લેખ છે કે, સાંસદ યુસુફ પઠાણ જનતાના સેવક અને ખેલાડી છે. તેમણે જાતે ખેલદિલી બતાવીને પ્લોટ પરત આપી દેવો જોઇએ. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝર સામે ફરિયાદ, હાથ જોડી માંગી માફી

Whatsapp share
facebook twitter