+

VADODARA : ચોમાસામાં 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, નંબર નોંધી લો

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ચોમાસાની ઋતુને અનુલક્ષીને પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સંભવિત…

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ચોમાસાની ઋતુને અનુલક્ષીને પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સંભવિત કુદરતી આપદાઓને પહોંચી વળવા વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાએ તેમજ તમામ તાલુકા મથકોએ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ગમે ત્યારે સંપર્ક કરી શકાશે

વડોદરા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર ૧૦૭૭ અને ૦૨૬૫-૨૪૨૭૫૯૨ છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ મુખ્ય મથક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેના સંપર્ક નંબરો જણાવીએ તો, પાદરા તાલુકાના કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર ૦૨૬૬૨-૨૨૨૫૯૦ છે. આવી જ રીતે સાવલી તાલુકા માટે ૦૨૬૬૭-૨૨૨૦૪૫ (મોબાઈલ – ૯૪૦૮૩૧૬૬૦૨), કરજણ તાલુકા માટે ૦૨૬૬૬-૨૩૨૦૪૬, ડભોઈ તાલુકા માટે ૦૨૬૬૩-૨૫૪૩૧૫, વાઘોડિયા તાલુકા માટે ૦૨૬૬૮-૨૬૨૨૨૯ (મોબાઈલ – ૮૧૪૦૬૩૦૧૪૬), ડેસર તાલુકા માટે ૦૨૬૬૭-૨૯૯૦૮૭/૮૮, શિનોર તાલુકા માટે ૦૨૬૬૬-૨૬૪૨૭૨ તેમજ વડોદરા તાલુકા માટે ૮૨૦૦૭૪૬૨૯૨ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ તમામ કંટ્રોલ રૂમ અને સંપર્ક નંબરો ૨૪*૭ કાર્યરત રહેશે. ચોમાસા દરમિયાન ભારે કે અતિભારે વરસાદ, વાવાઝોડું, પૂર, પાણી ભરાઈ જવાની સમસ્યા સહિતના નિરાકરણ માટે વડોદરા જિલ્લાના નાગરિકો ઉક્ત નંબરો પર ગમે ત્યારે સંપર્ક કરી શકશે.

નક્કર આયોજન કરવામાં આવ્યું

તદુપરાંત જિલ્લામાં આરોગ્ય, ફાયર, વન વિભાગ, જિલ્લા પંચાયત, માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો — VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

Whatsapp share
facebook twitter