+

VADODARA : ડભોઇ તાલુકા પ્રમુખ સહિત અનેક પંચાયત સભ્યો ભાજપમાં જોડાયા

VADODARA : લોકસભા – 2024 (LOKSABHA – 2024) ની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. રવિવારે છોટાઉદેપુર (CHHOTAUDEPUR) લોકસભા બેઠકનું ડભોઈ (DABHOI) ખાતે ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. તે પ્રસંગે…

VADODARA : લોકસભા – 2024 (LOKSABHA – 2024) ની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. રવિવારે છોટાઉદેપુર (CHHOTAUDEPUR) લોકસભા બેઠકનું ડભોઈ (DABHOI) ખાતે ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. તે પ્રસંગે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલનો ગઢ ગણાતા ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રમાં મોટું ગાબડું પડ્યું છે. અને 34 જેટલા કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા છે. ચૂંટણીની જાહેરાત બાદ પણ કોંગી આગેવાનોનું ભાજપ તરફ પ્રયાણ જારી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. કેરસિયા તરફનો જુવાળ જોઇને કોંગ્રેસના લોકસભા ઉમેદવારો તેમની ડિપોઝીટ ગુમાવી દે તેવી સ્થિતીનું સર્જન થવા જઇ રહ્યું છે.

લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાખવામાં આવ્યું

ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તાલુકા પંચાયતના પાંચ સભ્યો અને ડભોઇ નગર પાલિકાની એક મહિલા કાઉન્સીલર સહિત અનેક અગ્રણીઓએ રવિવારે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સતીષ નિશાળીયાની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કર્યો હતો. ડભોઈ નર્મદાપાર્ક ખાતે રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાખવામાં આવ્યું હતું. જે પ્રસંગે ડભોઇ તાલુકા અને નગરના 34 કોંગ્રેસ આગેવાનો પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો.

ભાજપનું સંખ્યાબળ 19 થઇ ગયું

આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા, ભાજપના ઉમેદવાર જશુભાઇ રાઠવા અને શશીકાંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન પાટણવાડીયા, કોંગ્રેસ અગ્રણી સંજયભાઇ નટુભાઇ પટેલ (જીગાભાઇ), તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત 34 આગેવાનો જોડાયા છે. ડભોઇ તાલુકા પંચાયતના પાંચ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ 19 થઇ ગયું છે.

નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાયા

જ્યારે શહેરના કાઉન્સીલર હોટલવાલા મુમતાજબેન બાબુભાઇ પણ ભાજપમાં જોડાઇ ગયા હતા. રવિવારે ભગવો ધારણ કરનારમાં પટેલ ભુપેન્દ્રભાઈ ભગવાનભાઈ (સીમડીયા તાલુકા પંચાયત સદસ્ય), ઠાકોર જાગૃતીબેન દીક્ષિતભાઈ (કરણેટ તાલુકા પંચાયત સીટ), વસાવા અનસુયાબેન ગોરધનભાઈ (કડધરા તાલુકા પંચાયત), પટેલ ભરતભાઈ જેન્તીભાઈ (થુવાવી તાલુકા પંચાયત), વણકર પ્રભુદાસ લલ્લુભાઈ (અંગૂઠણ તાલુકા પંચાયત), હોટલવાલા મુમતાઝબેન બાબુભાઈ નગરપાલિકા સદસ્ય અને તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય ધર્મિષ્ઠાબેન માછીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો — Radhanpur Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ગઢમાં મોટું ગાબડું!

Whatsapp share
facebook twitter