+

VADODARA : બહેન સાથે બીજા લગ્ન કરનારને જાહેરમાં રહેંસી નંખાયો

VADODARA : વડોદરા (VADODARA) માં તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદીના ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ મોહમ્મદસુલેમાન શેખે શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેને શબમનમના ભાઇઓ દ્વારા ધમકી આપવામાં આવી…

VADODARA : વડોદરા (VADODARA) માં તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદીના ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ મોહમ્મદસુલેમાન શેખે શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેને શબમનમના ભાઇઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જે બાદ ગતરાત્રે તેના પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, ચાર આરોપીઓ પૈકી બે ટુ વ્હીલર પર નાસી જઇ દાહોદના દેવગઢ બારીયા ખાતે છે. અને ત્યાંથી પણ નાસી જવાની ફીરાકમાં છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક ત્યાં પહોંચી હતી. અને ચાર આરોપીઓ પૈકી અવેશ ઉર્ફે કાસમભાઇ શેખ અને મહંમદરીયાઝ મહંમદ ઇદરીશ ઉર્ફે મુન્નાભાઇ પઠાણને દબોચી લીધા છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ ફરાર છે.

10 – 12 દિવસ પહેલા લગ્ન કર્યા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, અબ્દુલસાજીદ પરિણીત હોવા છતાં તે આરોપીની બહેન શબનમને ભગાડીને લઇ ગયો હતો. અને 10 – 12 દિવસ પહેલા તેણે લગ્ન કર્યા હતા. જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અબ્દુલસાજીદનું મોત નિપજ્યું હતું. બંને આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુંભારવાડા પોલીસ મથકમાં સોંપ્યા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની દબોચી લેવા માટે ટીમો હાલ કામે લાગી છે.

શું હતો મામલો

વડોદરાના કુંભારવાડા પોલીસ મથકમાં અબ્દુલસિરાજ મોહમ્મદસુલેમાન શેખ (રહે. સયાજીનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 જુનના રોજ તેમનો ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રીના 9 વાગ્યે તેના ટુ વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન તેઓ ઘરે હતા. તેવામાં પોણા અગિયાર વાગ્યે મિત્ર આરીફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાઇ ચંદુને શેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઇએ ચપ્પુ માર્યું છે. જેથી તેઓ તાત્કાલીક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર લોકટોળા ભેગા થયેલા હતા. તેઓના ભાઇને મારનારાઓ સ્થળ પરથી ફરાર હતા. અને ભાઇને ગળા, હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેનું ઘણુબધુ લોહી વહી ગયું હતું.

ધારદાર હથિયાર વડે હુમલો

જેથી તેને રીક્ષામાં લઇને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. તેવામાં પોલીસે સીસીટીવી ફૂટેજ બતાવતા ભાઇ અબ્દુલ સાજીદ પેટ્રોલ પંપ આગળ 10 વાગ્યાના આરસામાં યુસુફભાઇ ઉર્ફે ચીડી સાથે ઉભો હતો. તે વખતે અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) એ ટુ વ્હીલર પર આવીને અબ્દુલ સાજીદને પાડી દઇ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

તને હલાલ કરી નાંખીશું

અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુએ કાસમભાઇની દીકરી શબનમ સાથે લગ્ન કર્યા હતા. જે બાબતે બકરી ઇદના ચાર દિવસ પહેલા શબનમના ભાઇઓએ અમારા ઘરની સામે મારા ભાઇને ધમકી આપી હતી કે, મારી બહેનને પાછી આપી દે, નહી તો બકરી ઇદ પછી બકરાની જેમ તને પણ હલાલ કરી નાંખીશું. અને જતા રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં વેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : સુરસાગરમાંથી મળેલુ પશુ અવશેષ કુતરુ તાણી લાવ્યું હોવાનું અનુમાન

Whatsapp share
facebook twitter