+

VADODARA : હરણી બોટકાંડના 11 આરોપીઓના જામીન મંજૂર

VADODARA : વડોદરાના હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) ના 11 આરોપીઓના આજે વડોદરાની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGHCOURT) દ્વારા આ મામલે સંડોવાયેલા 4 મહિલાઓના…

VADODARA : વડોદરાના હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) ના 11 આરોપીઓના આજે વડોદરાની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGHCOURT) દ્વારા આ મામલે સંડોવાયેલા 4 મહિલાઓના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેને લઇને જામીન પર મુક્ત થનારાઓની સંખ્યા 15 સુધી પહોંચશે. વડોદરામાં જાન્યુઆરી – 2024 માં હરણી બોટકાંડ થયું હતું. જેમાં શિક્ષકો અને બાળકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

શરતી મંજૂરી સાથે જામીન

જાન્યુઆરી – 2024 માં વડોદરાના હરણી લેકમાં ભુલકાઓ અને શિક્ષકો ભરેલી બોટ પલટી ગઇ હતી. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે એક પછી એક અલગ-અલગ જગ્યાઓથી 20 આરોપીઓની ધરપકડ કરી હતી. અગાઉ ચાર મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે શરતી મંજૂરી સાથે જામીન આપ્યા હતા.

મંજૂર કરવામાં આવ્યા નથી

જે બાદ આજે આ મામલે વડોદરા કોર્ટે 11 આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બીનીત કોટીયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહ, ધર્મીન બાથાણી, દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોષી, વેદ પ્રકાશ યાદવ, અલ્પેશ ભટ્ટ સહિત 11 આરોપીઓનો સમાવેશ થાય છે. હજી કોન્ટ્રાક્ટર સહિત બાકીના આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો — VADODARA : વન વિભાગની ઓફિસ પાસે મુકેલા વાહનોમાં આગ

Whatsapp share
facebook twitter