+

VADODARA : પોલીસ ચોકી નજીક મહિલાના ગળામાંથી અછોડાની તફડંચી

VADODARA : વડોદરા (VADODARA) માં મહિલાઓને શિકાર બનાવીને ગળામાંથી ચેઇન તફડાવનારાઓ (CHAIN SNATCHING) સક્રિય હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે શહેરની પોલીસ ચોકી નજીકથી જ રોંગ સાઇડ…

VADODARA : વડોદરા (VADODARA) માં મહિલાઓને શિકાર બનાવીને ગળામાંથી ચેઇન તફડાવનારાઓ (CHAIN SNATCHING) સક્રિય હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે શહેરની પોલીસ ચોકી નજીકથી જ રોંગ સાઇડ આવીને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવવામાં આવી હોવાની ઘટના પોલીસ મથક પહોંચી છે. આ ઘટનામાં મહિલાએ 10 ગ્રામ વજનની સોનાની ચેઇન ગુમાવી છે. જે મામલે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પાછળ બેઠેલા શખ્સે ચેન તફડાવી

નવાપુરા પોલીસ મથકમાં દક્ષાબેન મહેશભાઇ રાજપુત (રહે. શિયાબાદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરોજ તેઓ તેમના દેરાણી સાથે ઘરેથી નિકળ્યા હતા. ચાલતા ઘરેથી કિર્તિ સ્થંભ બોમ્બે ફાલુદાની દુકાને ગયા હતા. ત્યાંથી રાત્રે 10 – 15 કલાકે પરત ફર્યા હતા. તે વેળાએ કિર્તિ સ્થંભથીથી બગીખાના ત્રણ રસ્તા તરફ જતા ભેંસાણીયા પોલીસ ચોકી આગળ રોંગ સાઇડ પરથી આવતા એક્ટીવી પરના બે ઇસમો પૈકી પાછળ બેઠેલા શખ્સે ગળામાં પહેરેલી 10 ગ્રામની સોનાની ચેન ખેંચીને તોડી લીધી હતી. અને બાદમાં બંને ત્યાંથી ભાગી ગયા હતા.

અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

તેવામાં બુમાબુમ કરતા નજીકની હોટલમાંથી બધા દોડી આવ્યા હતા. અને ચેઇન તફડાવનારા શખ્સો નાસી છુટ્યા હતા. આખરે મહિલાએ નવાપુરા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સોનાની ચેઇનની કિંમત રૂ. 5 હજાર આંકવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : રોંગ સાઇડ વાહનો ચલાવનાર સામે થશે પોલીસ ફરિયાદ

Whatsapp share
facebook twitter