+

VADODARA : ચૂંટણી સમયે BJP કોર્પોરેટરનું ફેસબુક એકાઉન્ટ હેક

VADODARA : વડોદરામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (BJP CORPORATOR – PARAKRAMSINH JADEJA) નું ફેસબુક એકાઉન્ટ હેક (FACEBOOK ACCOUNT HACK) થતા ચકચાર મચી જવા પામી છે. તેમણે આ અંગે વડોદરા સાયબર…

VADODARA : વડોદરામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (BJP CORPORATOR – PARAKRAMSINH JADEJA) નું ફેસબુક એકાઉન્ટ હેક (FACEBOOK ACCOUNT HACK) થતા ચકચાર મચી જવા પામી છે. તેમણે આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ (VADODARA CYBER CRIME POLICE) માં તપાસ કરવા માટે અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપના સિનિયર આગેવાનું ફેસબુક એકાઉન્ટ હેક થયા સાયબર માફિયાઓ સક્રિય બન્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

સાયબર માફિયાઓની પણ નજર

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. ઇન્ટરનેટ આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. ત્યારે ખાસ કરીને ફિલ્મ સ્ટાર, રાજકારણીઓ માટે સોશિયલ મીડિયા અત્યંત મહત્વનું છે. અસંખ્ય લોકો સુધી મહત્વનો સંદેશો પહોંચાડવા માટે બંને ખુુબ જ સક્રિય રહેતા હોય છે. તો બીજી તરફ આ પ્રકારના નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાયબર માફિયાઓની પણ નજર રહેતી હોય છે. જેને હેક કરી અથવા ડમી એકાઉન્ટ બનાવીને તેઓ પોતાના બદઇરાદા પાર પાડતા હોવાનું અત્યાર સુધીમાં ધ્યાને આવ્યું છે.

રાજકીય મોરચે તરહ તરહની ચર્ચાઓ

ભાજપના સિનિયર કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનું ફેસબુક એકાઉન્ટ તાજેતરમાં હેક થયું હોવાનું સામે આવ્યું છે. જેને લઇને તેમણે સાયબર ક્રાઇમમાં તપાસ કરવા માટે અરજી કરી છે. અને જરૂરી પુરાવાઓ આપવા માટેની તૈયારી બતાવી છે. તો બીજી તરફ તેમણે ફેસબુકના માધ્યમથી આવતી કોઇ પણ માંગને અવગણવા માટેનું સુચન તમામને કર્યું છે. ચૂંટણી સમયે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાના કારણે રાજકીય મોરચે તરહ તરહની ચર્ચાઓ જાગી છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં એકાઉન્ટ પરત મેળવી આપે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

એકાઉન્ટ ડમી બન્યા અથવા તો હેક થયા

અત્રે ઉલ્લેખનીય છે કે. વડોદરામાં અગાઉના પોલીસ કમિશનર સહિત અનેક અગ્રણીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડમી બન્યા અથવા તો હેક થયાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. જેને લઇને તમામે જરૂરી સિક્યોરીટી ફિચર્સનો ઓન રાખવા જોઇએ. જેને લઇને આ પ્રકારની ઘટનાઓ ઘટાડી શકાય છે.

આ પણ વાંચો — VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

Whatsapp share
facebook twitter