+

73 વર્ષની ઉમરે સલમાન, શાહરુખને પાછળ છોડી Rajinikanth બન્યો ASIA નો સૌથી મોંઘો ACTOR!

Rajinikanth Fees For Coolie : એક સમય હતો જ્યારે ભારતીય સિનેમામાં મુખ્યત્વે બોલીવુડના કલાકારોનો ડંકો વાગતો હતો. દક્ષિણ ભારતના કલાકારોની પ્રતિભા, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ફક્ત તેમના વિસ્તાર સુધી જ સીમિત…

Rajinikanth Fees For Coolie : એક સમય હતો જ્યારે ભારતીય સિનેમામાં મુખ્યત્વે બોલીવુડના કલાકારોનો ડંકો વાગતો હતો. દક્ષિણ ભારતના કલાકારોની પ્રતિભા, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ફક્ત તેમના વિસ્તાર સુધી જ સીમિત હતી. ગણ્યા ગાંઠ્યા દક્ષિણ ભારતના અભિનેતા તે સમય દરમિયાન હિન્દી સિનેમામાં એન્ટ્રી લેતા હતા. પરંતુ તેમાંથી સફળ તો કોઈ ભાગ્યે જ બનતું હતું.એશિયામાં ફિલ્મી જગતમાં મોટા મોટા દિગ્ગજો એટલે કે એવા સુપરસ્ટાર્સ કે જેઓનું વિશ્વભરમાં નામ હોય તેઓમાં પણ ભારતીય કલકારોનું નામ ઉપર તરી આવતું ન હતી. એશિયામાં બ્રુસ લી અને જેકી ચેન જેવા સુપરસ્ટાર્સનો જલવો હતો. પરંતુ 21મી સદીમાં, તે બોલિવૂડની તરફેણમાં બદલાઈ ગયું કારણ કે શાહરૂખ ખાન અને અક્ષય કુમારની જેમ વૈશ્વિક લોકપ્રિયતા મેળવી. પરંતુ હવે જમાનો બદલાયો છે, દક્ષિણ ભારતનો એક કલાકાર હવે એશિયાનો સૌથી મોંઘો ACTOR બન્યો છે.

સુપરસ્ટાર રજનીકાંત બન્યા એશિયાના સૌથી મોંઘા ACTOR

તમિલ ફિલ્મ જગતના સુપરસ્ટાર અને થલૈવા કહેવાતા  રજનીકાંત હવે સમગ્ર એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા તરીકેનું સન્માન ધરાવે છે. રજનીકાંતની 171 મિ ફિલ્મ એટલે કે THALAIVAR 171 લોકેશ કનગરાજના દિરગદર્શનમાં બનવા જાઈ રહી છે. લોકેશ કનગરાજ પહેલા માસ્ટર, વિક્રમ, લિયો અને કથથી જેવી સુપરહિટ  ફિલ્મો બનાવી ચૂક્યા છે. THALAIVAR 171 નું નામ COOLIE છે. જેનું ટીઝર પણ તાજેતરમાં જ રીલીઝ કરવામાં આવ્યું હતું. એકતરફ લોકો રજનીકાંત અને લોકેશની આ જોડીને જોવા માટે ખૂબ જ તત્પર છે ત્યારે બીજી તરફ રજનીકાંત આ ફિલ્મના કારણે એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યા છે. આ ફિલ્મનું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા ઊંચા બજેટ સાથે કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ રજનીકાંતે ફિલ્મ COOLIE માટે 280 કરોડ રૂપિયા વસૂલ્યા છે, જેમાં પ્રોફિટ-શેરિંગ એગ્રીમેન્ટ પણ સામેલ છે. હવે આ ફી ના સાથે જ 72 વર્ષની ઉંમરે એશિયામાં કોઈ પણ અભિનેતા થલાઈવર રજનીકાંતથી વધુ કમાતો નથી.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા 2024

ACTOR FEES
રજનીકાંત 250-280 કરોડ ( COOLIE )
શાહરૂખ ખાન
રૂ.150 કરોડ-250 કરોડ
જોસેફ વિજય
રૂ.130 કરોડ-200 કરોડ
પ્રભાસ
રૂ.100 કરોડ-200 કરોડ
આમિર ખાન
રૂ.100 કરોડ-175 કરોડ
સલમાન ખાન
રૂ.100 કરોડ-150 કરોડ
કમલ હાસન
રૂ.100 કરોડ-150 કરોડ
અલ્લુ અર્જુન
રૂ.100 કરોડ-125 કરોડ
અક્ષય કુમાર
રૂ.60 કરોડ-145 કરોડ
અજિત કુમાર રૂ.105 કરોડ

ફોર્બ્સ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન એક ફિલ્મ દીઠ રૂ. 150 થી 250 કરોડના મહેનતાણા સાથે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા હતો. નવી યાદીમાં રજનીકાંતે શાહરુખ ખાનને પાછળ છોડ્યો છે. હવે રજનીકાંત ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી મોંઘા એક્ટર બન્યા છે.

આ પણ વાંચો : Bipasha Basu અને જહોન અબ્રાહમના સંબંધો-કભી ખુશી કભી ગમ

Whatsapp share
facebook twitter