+

VADODARA : અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે રેલીંગ તોડી કારનું “શીર્ષાસન”

VADODARA : શનિવારની મોડી રાત્રે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ (AKOTA – DANDIA BAZAR BRIDGE) પાસે સોલાર ડોમ નીચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ફૂલ સ્પીડમાં આવતી કાર રેલીંગ…

VADODARA : શનિવારની મોડી રાત્રે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ (AKOTA – DANDIA BAZAR BRIDGE) પાસે સોલાર ડોમ નીચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ફૂલ સ્પીડમાં આવતી કાર રેલીંગ તોડીને પલટી ગઇ હતી. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. તે પૈકી એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં ટુંકી સારવાર બાદ બંનેએ રજા લઇ લીધી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે ઝડપની મજાના કારણે અનેક અક્સમાત સામે આવી ચુક્યા છે. પરંતુ પોલીસ તંત્ર આ વાતનો કોઇ નક્કર ઉકેલ કાઢવામાં સફળ રહ્યું નથી. જેના કારણે અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગતરાત્રે આશરે 1 વાગ્યાના આસરામાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા સોલાર ડોમ નજીક અતકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સોલાર ડોમ નીચે આવેલી રેલીંગ તોડીને કાર પલટી ખાઇ ગઇ હતી. હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર, કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારની હાલત જોતા ભાગ્યે જ કોઇ બચ્યુ હશે તેવી સ્થિતી નજરે પડતી હતી. કાર ચોતરફથી ચગદાયેલી હાલતમાં મળી આવી હતી.

ટુંકી સારવાર મેળવી રજા લઇ લીધી

વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં કારમાં બેઠેલે એક મહિલા અને એક શખ્સને ઇજાઓ પહોંચી હતી. બંનેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી ટુંકી સારવાર મેળવીને તેઓએ રજા લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે હોસ્પિટલ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇજાગ્રસ્ત પૈકી એકનું નામ ઇશાન મોદી (ઉં. 28) (રહે. અડાજણ, સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ રાવપુરા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે. હવે આ મામલે શું હકીકત સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — Surat : દારૂની મહેફિલ માણતા SMC ના અધિકારીઓ સામે કડક કાર્યવાહી, ફટકારાઈ આ સજા

Whatsapp share
facebook twitter