+

VADODARA : પિતાના લગ્તેત્તર સંબંધમાં પુત્રીના ભણતરનો ભોગ લેવાની તૈયારી હતી, અભયમે બાજી પલટી

VADODARA : વડોદરામાં ઘરમાં પુત્રી અને પત્નીની નજર સામે જ પતિ ઇન્સ્ટાગ્રામ પર અન્ય સ્ત્રી જોડે ચેટીંગ કરતા હતા. ઘણી વખત આમ કરતા માં-દિકરી જોઇ જતા હતા. પરંતુ તેઓ કંઇ…

VADODARA : વડોદરામાં ઘરમાં પુત્રી અને પત્નીની નજર સામે જ પતિ ઇન્સ્ટાગ્રામ પર અન્ય સ્ત્રી જોડે ચેટીંગ કરતા હતા. ઘણી વખત આમ કરતા માં-દિકરી જોઇ જતા હતા. પરંતુ તેઓ કંઇ બોલી શકતા ન હતા. આખરે એક દિવસ આ અંગે કલેશ થતા માતાનો પક્ષ લેવા જતા પિતાએ પુત્રી પર અત્યાચાર વરસાવ્યો હતો. જેમાં 21 વર્ષની દિકરીએ અભયમ 181 ને ફોન કરી મદદ માંગતા ટીમ પહોંચી હતી. અને અસરકારક કાઉન્સિલીંગ થકી પતિને સુધાર્યા હતા.

ઘરમાં દંપતિ વચ્ચે અવાર-નવાર ઝગડાઓ પણ થતા

અભયમ (ABHAYAM 181) 181 ની ટીમને સ્ટ્રેસ કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં પહોંચીને માતા-પુત્રી મળે છે. જેની સાથે વાત કરતા અભયમની ટીમને જાણવા મળ્યું કે, છેલ્લા એકઆદ વર્ષથી મહિલાના પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ છે. જેને કારણે ઘરમાં દંપતિ વચ્ચે અવાર-નવાર ઝગડાઓ પણ થાય છે. પતિ અન્ય મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ અને મેસેજ પર વાત કરે છે. આ વાત માં-દિકરીના ધ્યાને પણ આવે છે. પરંતુ તેઓ પોતાની ભુલ માનતા નથી. અને આઠ મહિનાથી કોઇ કોન્ટેક્ટ નથી તેમ જણાવે છે.

આગળ ભણાવશે નહિ તેવી ધમકી આપી

પરંતુ આજે પતિ અન્ય કોન્ટેક્ટ નંબર પર અજાણ્યા વ્યક્તિને ટેસ્ક્ટ મેસેજ કરે છે. જેથી પત્નીને શંકા જતા તેણીની તે નંબર પર વારંવાર કોલ કરે છે. તે બાદ પતિ ઘરે આવતા જ ફોન કરવા બાબતનું ઉપરાણું લઇને પત્નીને માર મારે છે. દરમિયાન દિકરી વચ્ચે આવતા માતાનું ઉરપાણું લેવા બાબતે તેને પણ મારે છે. અને આગળ ભણાવશે નહિ તેવી ધમકી આપે છે. આખરે દિકરી મુંજાઇને અભયમ 181 ને ફોન કરે છે.

સારૂ અને ખરાબ ઓળખી શકે છે

અભયમની ટીમ તમામ વિગતો જાણ્યા બાદ અસરકારક કાઉન્સિલીંગ કરે છે. અને સમજાવે છે કે, પૈસાનું દેવું અને ટેન્શન હોય તેવા સમયે ખોટા રસ્તે ન જવું જોઇએ. આમ કરવાથી દેવા કે ટેન્શનમાંથી મુક્તિ મળવાની જગ્યાએ તેમાં વધારો થાય છે. પૈસામાં ટેકો કરવા માટે પત્ની પણ મદદદ કરવા તૈયાર છે. ત્યારે અન્ય મહિલા સાથે સંબંધ રાખી દુખી ન કરો. દિકરી હવે કોલેજમાં ભણે છે, સારૂ અને ખરાબ ઓળખી શકે છે. તે સત્યનો પક્ષ લે છે, માટે દિકરીને ભણાવવી, તેનું ભવિષ્ય બગાડવું નહિ.

ફરી નહિ કરવાની બાંહેધારી આપે છે

આખરે પોતાની ભુલ સમજાતા પતિ માં-દિકરીની માફી માંગે છે. અને આવું ફરી નહિ કરવાની બાંહેધારી આપે છે. આખરે ઉપરોક્ત મામલે અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ થકી પરિવારમાં પડેલી તિરાડ પુરી દીધી છે.

આ પણ વાંચો —VADODARA : હોળી નિમિત્તે ખાસ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત, પરિણામ 14 દિવસ બાદ આવશે

Whatsapp share
facebook twitter