+

BHARUCH : બુટલેગરના પુત્રની ગાડીની અડફેટે એકનું મોત

ભરૂચના લીંકરોડ ઉપર બુટલગેરના દીકરાએ ત્રણેય ત્રણ ટુ વહીલર ગાડીઓને અડફેટે લીધા હોત તો કેટલા જીવ ગયા હોત..? એક નો એક દીકરો ગુમાવનાર પિતાએ આરોપી નહિ તો મૃતદેહ નહિ એવી…
  1. ભરૂચના લીંકરોડ ઉપર બુટલગેરના દીકરાએ ત્રણેય ત્રણ ટુ વહીલર ગાડીઓને અડફેટે લીધા હોત તો કેટલા જીવ ગયા હોત..?
  2. એક નો એક દીકરો ગુમાવનાર પિતાએ આરોપી નહિ તો મૃતદેહ નહિ એવી જીદે ચઢતા ગણતરીના કલાકોમાં પોલીસે બુટલેગરના દીકરાની ઘરપકડ કરી
  3. અમદાવાદના તથ્ય કાંડ જેવું જ કાંડ લીંકરોડ ઉપર થતા અટક્યું છતાં એકનો જીવ ગયો
મૃતક - પ્રતિકસિંહ સોલંકી

મૃતક – પ્રતિકસિંહ સોલંકી

BHARUCH : ભરૂચ (BHARUCH) ના લીકરોડ ઉપર બગડેલી ટુ વહીલર ગાડીને બે મિત્રોની ગાડીના સહારાથી રોડ હની સાઈડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન પુરઝડપે આવેલી બુટલેગરના દીકરાની ફોર વહીલર ગાડીએ એક ટુ વહીલર ચાલકને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી દેતા, ટુ વહીલર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જેને પગલે મૃતકના બંને મિત્રો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. અને અકસ્માત કરનાર બુટલેગરનો દીકરો હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થતા મૃતકનો પરિવાર રોષે ભરાયો હતો.

મોપેડ ચાલુ કરવાના પ્રયાસ કર્યા

ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ માતરિયા તળાવ નજીકથી દહેજની એક કંપનીમાં નોકરી કરી કેમિકલ એન્જીનીયર પ્રતિકસિંહ રણજિતસિંહ સોલંકી કે જે નોકરી પરથી છૂટી શ્રવણ ચોકડી નજીક પોતાની મોપેડ મૂકી હતી ત્યાં રાત્રીના 12:15 મિનિટે પહોંચ્યો હતો જ્યાં ઘરે જવા માટે પોતાની મોપેડ ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા.પરંતુ મોપેડ ચાલુ નહિ થતા પ્રતિકસિંહ સોલંકીએ પોતાના મિત્ર પ્રથમ પરમારને ફોન કરી શ્રવણ ચોકડી બોલાવ્યો હતો અને મિત્ર પ્રથમ પરમાર તથા અન્ય મિત્ર મળી 2 ટુ વહીલરથી બંધ પડેલી પ્રતિકસિંહ સોલંકીની એક્ટીવાને ધક્કો મારી રોડની સાઈડ ઉપરથી ઘર તરફ લઈ જતા હતા.

મોપેડને અડફેટે લઈ ફંગોળ્યો

ત્રણેય મિત્રો પોતાની એક્ટિવા ઉપરથી માતરિયા તળાવ પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવેલી ફોર વહીલર ગાડીના ચાલકે પ્રતિકસિંહ સોલંકીની મોપેડ ગાડીને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી દેતા તેની સાથે રહેલા અન્ય બે મિત્રોએ અકસ્માત સર્જનાર બુટલેગરનો પુત્ર યશ નિલેશ મિસ્ત્રી હોવાનું નજરે નજર જોયું હતું અને અકસ્માત કરનાર યશ મિસ્ત્રી નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત વેળા નજરે જોનારાનું અનુમાન હોવાનો આક્ષેપ થયો છે

આરોપી - યશ મિસ્ત્રી

આરોપી – યશ મિસ્ત્રી

પરિવારજનું હૈયા ફાટ રુદન

અકસ્માતમાં પ્રતિકસિંહ સોલંકીનું મોત થયું હોવાની જાણ મિત્રોએ તેના માતા પિતાને કરતા માતા પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કરવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાના એકના એક દીકરાને લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારજનો હૈયા ફાટ રુદન કરતા વાતાવરણ ગમગીની બની ગયું હતું.

મૃતદેહ સ્વીકારવનો ઇન્કાર

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ અકસ્માતમાં મોતને ભેટેલા પ્રતિકસિંહ સોલંકીનો મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં મૃતકના પરિવારજનોએ પોતાનો એકનો એક કેમિકલ એન્જીનયર દીકરો ગુમાવતા, આરોપીની ઘરપકડ નહિ ત્યાં સુધી પુત્રનો મૃતદેહ સ્વીકારવનો ઇન્કાર કરી દેતા, પોલીસ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. અકસ્માતના 10 કલાક બાદ આરોપીની ધરપકડ કરી અકસ્માત નજરે જોનારને પોલીસ મથકે લઈ જઈ યશ મિસ્ત્રીને બતાવવતા આરોપીની ઓળખ થતા મૃતકના પરિવારજનોનો ગુસ્સો થાળે પડયો હતો.

કાયદેસરની કાર્યવાહી હાથધરી

પોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવવા સાથે ઝડપાયેલા યશ મિસ્ત્રીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે જે ગાડીથી અકસ્માત સર્જ્યો છે તે ગાડી શોધવાના પ્રયાસો કરવા સાથે બુટલેગરના દીકરી યશ મિસ્ત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ફાર્મ હાઉસમાંથી ભૂતકાળમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી

બુટલેગરો હવે બેફામ બની રહ્યા હોય તેમ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ ઉપર રહી છે તેમ નશાની હાલતમાં પણ ઘણા લોકો વાહનો હંકારતા હોય છે અને અકસ્માત સર્જી દેતા હોય છે.ભૂતકાળમાં હાલમાં જ અકસ્માત કરનાર ના પિતા બુટલેગર નિલશે મિસ્ત્રીના ફાર્મ હાઉસ માંથી દારૂની મોટી મહેફિલ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી હતી.હાલમાં બુટલેગરના દીકરાએ અકસ્માત કરી પરિવારના એકનો એક દીકરો છીનવી લીધો છે.

મૃતકના પિતાએ ધારાસભ્ય અને ભાજપના જીલ્લા પ્રમુખ ઉપર આક્ષેપ કર્યા

બુટલેગર નિલેશ મિસ્ત્રી ભાજપના ધારાસભ્ય અને ભાજપ જીલ્લા પ્રમુખના અંગત હોવાના કારણે બુટલેગરના દીકરાની ઘરપકડ કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ પણ જ્યાં સુધી બુટલેગરના દીકરા યશ મિસ્ત્રીની ઘરપકડ નહિ ત્યાં સુધી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ નહિ અને મૃતદેહ પણ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા અને મૃતકના પરિવાજનોએ પોલીસ પર પણ આક્ષેપ કરતા આખરે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.

બુટલેગરના દીકરાએ ત્રણ મોપેડને અડફેટે લીધા હોત તો….

એક બગડેલી મોપેડ ને ચાલક સહીત અન્ય બે મિત્રો મળી ત્રણ લોકો ગાડી લઈને રોડની સાઈડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને તેવામાં બુટલેગરના દીકરાએ પુરઝડપે પોતાની ફોર વહીલર ગાડીથી એક એક્ટિવા ચાલકને ઉડાવી દેતા પ્રતિકસિંહ સોલંકીનું મોત થયું હતું.સાથે અન્ય બે મિત્રની એક્ટીવાને પણ અડફેટે લીધી હોત તો કેટલા લોકોના જીવ ગયા હોત તેવા આક્ષેપો વચ્ચે પોલીસ પણ નાઈટ કોમ્બિંગમાં નશામાં વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે.

આરોપીના મેડીકલમાં નશા કર્યાંનો રિપોર્ટ આવશે તો વધુ કલમનો ઉમેરો કરાશે : પોલીસ

અકસ્માત કરી યુવાનના મોત પ્રકરણમાં કાર ચાલક યશ મિસ્ત્રી નું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને તે રિપોર્ટમાં આરોપીએ નશો અકસ્માત વખતે કર્યો હતો કે કેમ તે નક્કી થયા બાદ જો નશાની હાલતમાં અકસ્માત કર્યો હશે તો વધુ આઈપીસીની કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ પોલીસ કહી રહી છે.

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ 

આ પણ વાંચો — VADODARA : ભૂમાફિયાઓનું કારસ્તાન, મુળ માલિકને જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો

Whatsapp share
facebook twitter