+

K. Kailashanathan : વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

ગુજરાતના બ્યુરોકેટ્સ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને (K. Kailashanathan) આ વખતે એક્સટેન્શન નહીં અપાય એવી માહિતી છે અને આજે એટલે કે 30 જૂન…

ગુજરાતના બ્યુરોકેટ્સ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને (K. Kailashanathan) આ વખતે એક્સટેન્શન નહીં અપાય એવી માહિતી છે અને આજે એટલે કે 30 જૂન 2024 કે. કૈલાશનાથનનો મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. વર્ષ 2009 થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા હતા. વર્ષ 2013 માં ગુજરાતનાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. જો કે, લાંબા સમયથી તેમને વયનિવૃત્તિ બાદની જવાબદારી અપાઈ રહી હતી.

સરકારમાં સંકટ મોચક તરીકેની ભૂમિકા ભજવતા

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન સરકારમાં સંકટ મોચક તરીકેની ભૂમિકા ભજવતા હતા. વર્ષ 2013 માં વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થયા પછી સતત 11 વર્ષ સુધી સરકારમાં તેમને એક્સટેન્શન અપાયું હતું. રાજ્યમાં 3 મુખ્યમંત્રી બદલાયા પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન (K. Kailashanathan) તેમની જવાબદારીઓ સાથે પદ પર યથાવત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વના ડ્રિમ પ્રોજેકટ જેમ કે, સાબરમતી રિ-ડેવલપમેન્ટ, મેટ્રો ટ્રેન (Metro Train), બુલેટ ટ્રેન (Bullet Train) જેવી પ્રોજેક્ટની કમાન કે. કૈલાશનાથનના હાથમાં રહી હતી.

4 મુખ્યમંત્રીઓ માટે કામ કરવાનો બહોળો અનુભવ

નોંધનીય છે કે, કે. કૈલાશનાથન ગુજરાતના સૌથી શક્તિશાળી મુખ્ય અગ્રસચિવ રહ્યા. પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે વર્ષ 2009 માં કે. કૈલાશનાથન મુખ્યમંત્રી કાર્યાલયથી જોડાયા હતા. કે. કૈલાશનાથનની કામ કરવાની પદ્ધતિ અને તેમના દૂરંદેશી વિચારોએ જે તે સમયના સીએમ નરેન્દ્ર મોદીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. ગુજરાતના સીએમ બાદ નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ (Anandiben Patel) આવ્યા તે સમયે પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન જ રહ્યા હતા. ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel) અત્યાર સુધીના કાર્યકાળમાં પણ કે. કૈલાશનાથને મુખ્ય અગ્રસચિવની ભૂમિકા ખૂબ જ તટસ્થ રીતે ભજવી છે. છેલ્લા 11 વર્ષ સુધી કાર્યકાળ લંબાવ્યા બાદ હવે તેમનું એક્સટેન્શન લંબાવવામાં આવ્યું નથી અને તેઓ 30 જૂન 2024 ના રોજ ગુજરાતને બાય બાય કરશે એવી માહિતી છે.

વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા

જણાવી દઈએ કે, કે. કૈલાશનાથન (K. Kailashanathan) પીએમ મોદીના (PM Narendra Modi) વિશ્વાસુ અને મોટા નિર્ણયોને પાર પાડનાર પૈકી એક છે. કે. કૈલાશનાથન વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા છે. કુશળ વહીવટના નિષ્ણાંત એવા કે. કૈલાશનાથનની ગુજરાતના વિકાસમાં મોટી ભૂમિકા અને મહત્ત્વનું યોગદાન રહ્યું છે. કે. કૈલાશનાથને હંમેશા PMO અને CMO, અધિકારી અને સરકાર વચ્ચે સેતુંનું કામ કર્યું છે. તેમની પાસે 4-4 મુખ્યમંત્રી માટે કામ કરવાનો બહોળો અનુભવ છે. ગુજરાત કેડરનાં 1979 બેચના IAS અધિકારી કે. કુનિયલ કૈલાશનાથન હંમેશા કટોકટી સમયે ખડેપગે રહેનારા બાહોશ અધિકારી છે. CMO માં 18 વર્ષ સુધી રહેનારા કે. કૈલાશનાથનનું વ્યક્તિત્વ ખૂબ પાવરફૂલ છે. ‘કે કે’ ના નામથી ગુજરાતમાં કે. કૈલાશનાથનનો દબદબો રહ્યો છે.

 

આ પણ વાંચો – K. Kailasanathan: ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે. કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

આ પણ વાંચો – Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન, 43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણને નવજીવન

આ પણ વાંચો – Mahesana : નિર્લિપ્ત રાયની SMC ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી

Whatsapp share
facebook twitter