+

PANCHMAHAL : કમળનો જલવો બરકરાર, “રાજ”પાલસિંહ વિજેતા

PANCHMAHAL : પંચમહાલ લોકસભા બેઠક (PANCHMAHAL LOKSABHA SEAT) જ્યાં આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર સાબીત થઈ જાય છે. બંને સમાજના મત જે પણ પક્ષની તરફેણમાં જાય છે તે પક્ષ આ…

PANCHMAHAL : પંચમહાલ લોકસભા બેઠક (PANCHMAHAL LOKSABHA SEAT) જ્યાં આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર સાબીત થઈ જાય છે. બંને સમાજના મત જે પણ પક્ષની તરફેણમાં જાય છે તે પક્ષ આ બેઠક પર સત્તાનું સુકાન સંભાળી જાય છે. આ ભૂમિને મધ્ય ગુજરાતની અતિ મહત્વપૂર્ણ બેઠક તરીકે માનવામાં આવે છે. ભાજપે આ બેઠક પરથી ભાજપે રાજપાલસિંહ જાધવને (BJP CANDIDATE RAJPALSINH YADAV) મેદાને ઉતાર્યા હતા. આશરે 24 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને વિવિધ જવાબદારી નિભાવી ચુકેલા અનુભવી રાજપાલસિંહ જાધવને ચૂંટણીમાં 7,94, 579 મત મળ્યા છે, જે પૈકી 5,09,342 ની લીડ થવા પામે છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા છે.

જ્ઞાતિગત ઉથલપાથલ હર હંમેશ રહે

વર્ષ 2008માં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી થઈ હતી. આ બેઠક પર રાજકીય અને જ્ઞાતિગત ઉથલપાથલ હર હંમેશ રહે છે. બેઠકમાં મહીસાગર, ખેડા, પંચમહાલ એમ 3 જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જાણવું એ પણ જરૂરી છે કે નવા સીમાંકન પહેલા આ બેઠક ગોધરામાં ગણાતી હતી. વર્ષ 2009 અને 2014માં ભાજપના પ્રભાતસિંહને જનતાએ આશીર્વાદ આપી વિજય બનાવ્યા હતા, તો વર્ષ 2019ની ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને સંસદ સભ્ય બનાવી દિલ્લી સુધી પહોંચાડ્યા હતા. ભાજપે આ વખતે નવા ચહેરા તરીકે રાજપાલસિંહ જાદવને ઉતારતા તેમની જીત થઇ છે.

17 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકામાં

આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 65 હજાર 36 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 29 હજાર 76 તો અન્ય 27 મતદારો સહિત કુલ 18 લાખ 94 હજાર 139 મતદારો આ વખતે ભાવિ સાંસદનું ભવિષ્ય EVMમાં કેદ કરશે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો પંચમહાલ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 20 ટકા જ્યારે ઓબીસી સમાજના 17 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે,, દલિત સમાજના 16 ટકા જ્યારે રાજપુત સમાજના 13 તો પાટીદાર સમાજના 10 ટકા જ્યારે મુસ્લિમ સમાજના 6 ટકા મતદારો મતાધીકારનો ઉપયોગ વર્ષ 2024ની ચૂંટણીમાં કરનાર હતા. જૈ પૈકી 58.65 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

7 વિધાનસભાનો સમાવેશ

પંચમહાલ લોકસભા બેઠકમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ વિધાનસભાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો — KHEDA : મતદારોની પસંદ દેવુસિંહ ચૌહાણ, પંજા પર કમળ ભારી

Whatsapp share
facebook twitter