+

KHEDA : મતદારોની પસંદ દેવુસિંહ ચૌહાણ, પંજા પર કમળ ભારી

KHEDA : ખેડા લોકસભા બેઠક (KHEDA LOKSABHA SEAT) પર ભાજપે (BJP) અનુભવી અને જમીની પકડ ધરાવતા દેવુસિંહ ચૌહાણ (DEVISINH CHAUHAN – MP) ની પસંદગી કરી હતી. તેઓ લાંબી રાજકીય કારકીર્દી…

KHEDA : ખેડા લોકસભા બેઠક (KHEDA LOKSABHA SEAT) પર ભાજપે (BJP) અનુભવી અને જમીની પકડ ધરાવતા દેવુસિંહ ચૌહાણ (DEVISINH CHAUHAN – MP) ની પસંદગી કરી હતી. તેઓ લાંબી રાજકીય કારકીર્દી ધરાવે છે. તો સામે કોંગ્રેસ દ્વારા કાળુસિંહ ડાભીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આજે ચૂંટણીના પરિણામોમાં મતદારોએ બેઠકનું નેતૃત્વ અનુભવી અને જમીની પકડ ધરાવતા દેવુસિંહ ચૌહાણ પર સોંપ્યું છે. અત્રે નોંધનીય છે કે, દેવુસિંહ ચૌહાણ રાજ્યકક્ષાના સંચાર મંત્રી તરીકેનો પદભાર સંભાળી ચુક્યા છે. અને તેઓ તેમના લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો પર જોરદાર પકડ ધરાવે છે. દેવુસિંહ ચૌહાણને 7,44,435 મત મળ્યા છે, જે પૈકી 3,57,758 ની લીડ તેમણે મેળવી છે. કાળુસિંહ ડાભીને 3,86,677 મત મળ્યા છે.

દિનશા પટેલ 5 વખત સાંસદ બન્યા

લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની ખેડા જન્મભૂમિ છે. ગુજરાતનું સૌથી મોટું તમાકુનું ઉત્પાદન ખેડા જિલ્લો કરે છે. આ ભૂમિને સોનેરી પાંદડાની ભૂમિ પણ કહેવામાં આવે છે. ખંભાત, ડાકોર અને બાલાસિનોર પ્રખ્યાત સ્થળોનો સમાવેશ આ બેઠક પર થાય છે. એક સમય હતો જ્યારે આ બેઠકને કોંગ્રેસનો અજય ગઢ માનવામાં આવતો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ 5 વખત સાંસદ તરીકે આજ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2014 અને 2019માં દેવુસિંહ ચૌહાણને જનતાએ સતત આશીર્વાદ આપતા 2024 માં પણ તેનું પુનરાવર્તન કર્ચું છે. અને તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે.

57.43 ટકા મતદાન

એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે નવી યાદી મુજબ ખેડા લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધીકારનો ઉપયોગ કરનાર હતા. આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 10 લાખ 22 હજાર 107 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 78 હજાર 972 તો અન્ય 100 મતદાર સહિત કુલ 20 લાખ 1 હજાર 179 મતદારો નોંધાયા છે. જે પૈકી 57.43 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

ક્ષત્રિય સમાજના 41 ટકા મતદારો

હવે એક નજર આ લોકસભા બેઠકના જ્ઞાતિવાતી સમીકરણ પર કરી લઈએ તો અહીં સૌથી વધુ ક્ષત્રિય મતદારો મોટી ભૂમિકા ભજવી જાય છે. આ બેઠક પર ક્ષત્રિય સમાજના 41 ટકા જ્યારે પાટીદાર સમાજના 16 તો ઓબીસી સમાજના 14 ટકા મતદારો જ્યારે મુસ્લિમ સમાજના 11 ટકા તો દલિત અને સવર્ણ સમાજના 8-8 ટકા મતદારો વસે છે.

આ પણ વાંચો — ANAND : સતત ત્રીજી ટર્મ ખીલ્યુ કમળ, મિતેષ પટેલ બન્યા લોકોની પસંદ

Whatsapp share
facebook twitter