+

Junagadh : કેશોદ રોડ પર ત્રિપલ અકસ્માત, સાત લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ – કેશોદના કોલેજ રોડ પર ત્રિપલ અકસ્માત એસ. ટી. બસ કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાને લઈને…
  • જૂનાગઢ – કેશોદના કોલેજ રોડ પર ત્રિપલ અકસ્માત
  • એસ. ટી. બસ કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
  • ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

અમદાવાદ અકસ્માત બાદ આજે જૂનાગઢમાં  કેશદના કોલેજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે ત્યાં આજે જૂનાગઢના કેશોદમાં એક સાથે ત્રિપલ સર્જાયો છે જે એસટી બસ, કાર અને 1 બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમ તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આ્વ્યા છે.

 

કેશદના  તરફ આવી રહેલી એસટી બસે કાર અને તેની પાછળ આવી રહેલી 1 બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે. . આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમ તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આ્વ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યાં છે અમદાવાદ ઈસ્કોન બ્રીજની ઘટના બાદ ગત રાત્રીએ બે અકસ્માતો સર્જાયા હતા. જોકે સદનસીબે તેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

અમદાવાદ ગઈકાલે રાત્રે અકસ્માતની  ઘટના  બની  હતી

ગઈકાલે રાત્રે અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. BMWના કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો છે. BMWના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર હંકારી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતુ.

મણીનગરમાં અકસ્માતની  ઘટના  સર્જાઇ હતી 

બીજી તરફ રાત્રીના બે વાગ્યાના અરસામાં અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીજી રોડ તરફથી આવતી કારે રામદેવનગર તરફથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા પલ્ટિ ખાઈ ગઈ જેમાં 5 લોકો સવાર હતા જેમને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે

પોલીસ આજે તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરશે

અમદાવાદમાં બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ કડક કાર્યવાહી હાથધરી રહી છે. જેમાં માત્ર 5 દિવસની અંદર જ ટ્રાફિક પોલીસ અને તપાસ ટીમ દ્વારા ચાર્જશીટ આજે ફાઇલ કરવામાં આવશે. પોલીસે અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે 5 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. આ 5 હજાર પેજની ચાર્જશીટ પોલીસ આજે કોર્ટમાં ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે

 

આ પણ  વાંચો-મોડી રાત્રે શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ સુધર્યા નથી, ગત રાત્રીએ બે અકસ્માત સર્જાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter