+

NAFED ચૂંટણી મામલે મહત્વના સમાચાર, મોહનભાઈ કુંડારિયા બિન હરીફ ચૂંટાયા

NAFED ની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. NAFED નાં ડિરેક્ટર તરીકે…

NAFED ની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. NAFED નાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. 1 બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.

 

ડિરેક્ટર પદે મોહન કુંડારિયાનું નામ ફાઇનલ

NAFED માં ડિરેક્ટરની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ડિરેક્ટર પદે મોહન કુંડારિયા બિનહરીફ  ચૂંટાયા છે તેવો સહકારી સેલના સૂત્રોએ દાવો કર્યો છે. બાકીના ઉમેદવાર ફોર્મ પાછું ખેચાયું છે.

 

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો

ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.

સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી.

 

આ પણ  વાંચો – Surat : વળગાડ કાઢવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો Video વાઇરલ, ઘરે પોલીસ પહોંચી તો…

આ પણ  વાંચો – VADODARA : “જીવતો રહેવા દેવો જ નથી”, પત્નીના પ્રેમીનો હુમલો

આ પણ  વાંચો – VADODARA : સુરસાગરની અસંખ્ય મૃત માછલીઓનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરાયો

 

Whatsapp share
facebook twitter