+

GONDAL : પોલિયો રસીકરણ માટે 140 જેટલા બુથ ઉભા કરાયા

GONDAL : દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત સારા પરિણામો અને દેશમાંથી બાળ લકવા નાબુદ કરવાના હેતુથી ભારત સરકાર દ્રારા આજે તા.23 જુન પોલિયો રવિવાર ના…

GONDAL : દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત સારા પરિણામો અને દેશમાંથી બાળ લકવા નાબુદ કરવાના હેતુથી ભારત સરકાર દ્રારા આજે તા.23 જુન પોલિયો રવિવાર ના દિવસે ગોંડલ (GONDAL) શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી (POLIO VACCINATION) ના 140 જેટલા બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ શહેર માં 11 અલગ અલગ સ્થળો પર રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા વધારા ના બુથ ઉભા કરી પોલિયો ના ટીપાં પીવડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રહેશે.

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા રસીકરણ ના 10 બુથ ઉભા કર્યા

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્રારા ગોંડલ ના મુખ્ય 10 સ્થળ પર વધારાના બુથ ઉભા કરવામાં આવ્યા છે રોટરી ક્લબ ગોંડલ ના પ્રમુખ જીગરભાઈ સાટોડિયા, સેક્રેટરી કિતીઁઁ પોકાર, સવિઁસ પ્રોજેક્ટ ચેરમેન યોગેન્દ્ર જોશી, જીતેન્દ્ર માંડલિક, જલ્પેશભાઈ રૈયાણી, હિરેનભાઈ રૈયાણી, જયભાઈ ભાણવડીયા સહિત ના સભ્યો હાજર રહ્યાં હતાં અને બાળકોને ટીપાં પીવડાવ્યા હતા. અને ગોડલ અબૅન હેલ્થ સેન્ટરના ડૉ. જી.પી. ગોયલ, આરોગ્ય સુપરવાઈઝર નિરવભાઈ વ્યાસ, મેડિકલ ઓફિસર ડો. દેવાંગી વાગડીયા હાજર રહ્યાં હતાં.

ગોંડલ તાલુકામાં 140 બુથ ઉભા કરવામાં આવ્યા છે

રાજકોટ જિલ્‍લાના ગોંડલ તાલુકાના પાંચ વર્ષથી નીચેના આશરે 30 હજાર બાળકો ને રસી આપવા માટે 140 રસીકરણ બુથ બનાવામાં આવ્યા છે. શહેર અને તાલુકામાં અલગ અલગ રસીકરણ ટીમો બનાવાઇ છે. પ્રત્‍યેક ટીમમાં આરોગ્‍ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્‍વંયસેવકો કામગીરી કરી રહ્યા છે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્‍તાર, વાડી વિસ્‍તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો મુકવામાં આવી છે. રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશન તથા મોટી સંખ્‍યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્‍યાઓ પર બુથ ઉભા કરવામાં આવ્યા છે.

બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લેશે

આ અભિયાન પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે અને ત્‍યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્‍ય ટીમ દ્રારા અપાશે જયારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની તપાસ કરાશે. અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્‍થળ પર જ રસી અપાશે જે માટે રસીકરણ ટીમો બનાવાઇ છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો —  GONDAL : શ્રી અક્ષર મંદિરના 10 સંતો સહિત 700 હરિભક્તોની પદયાત્રા યોજાઈ

Whatsapp share
facebook twitter