+

GONDAL : માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, મહિલાને ઇજા

GONDAL : ગોંડલ (GONDAL) નવા માર્કેટીંગ યાર્ડ પાસે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત (CAR – TRUCK ACCIDENT) સર્જાયો અલ્ટો કાર ની પાછળ આવતા ટ્રકે અલ્ટો કારને ઠોકર મારી અલ્ટો…

GONDAL : ગોંડલ (GONDAL) નવા માર્કેટીંગ યાર્ડ પાસે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત (CAR – TRUCK ACCIDENT) સર્જાયો અલ્ટો કાર ની પાછળ આવતા ટ્રકે અલ્ટો કારને ઠોકર મારી અલ્ટો કાર માં રાજકોટ નો પરિવાર સવાર હતો. જેમાં એક મહિલા ને ઇજા થતાં માર્કેટિંગ યાર્ડ ની એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કોની બેદરકારી ના કારણે અકસ્માત થયું તેને લઈને તપાસ ચાલુ છે.

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે રોજિંદા નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે ફરી આજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જૂનાગઢ તરફથી આવતી અલ્ટો કાર અને ટ્રક આવી રહ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અલ્ટો કાર ચાલકે આગળ જતાં ટ્રક ને ઓવરટેક કરવા જતાં પાછળ આવેલ અન્ય ટ્રકે કાર ને ઠોકર મારી હતી. અલ્ટો કાર માં મૂળ જૂનાગઢ અને હાલ રહે. રાજકોટ ના 2 લોકો સવાર હતા. જેમાં પ્રભાબેન અરજણભાઇ ડોબરીયા રહે રાજકોટ વાળા ને ઇજા થતાં યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે ડો વાડોદરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અહેવાલ — વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ

Whatsapp share
facebook twitter