+

Chhotaudepur Election Awareness: આદિવાસી વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે પ્રાચીન પરંપરાનો સહારો લેવાયો

Chhotaudepur Election Awareness: છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં ભરાયેલા અઠવાડીક શનિવારી હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. જેમાં પરંપરાગત નાટય-સંગીત જોવા માટે માનવ મહેરામણ…

Chhotaudepur Election Awareness: છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં ભરાયેલા અઠવાડીક શનિવારી હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. જેમાં પરંપરાગત નાટય-સંગીત જોવા માટે માનવ મહેરામણ ઉભરાયું હતુ.

  • છોટાઉદેપુર મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું

  • રેલી તથા નાટ્ય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું

  • મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો

Chhotaudepur Election Awareness

છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા. 7 મે ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Mehsana : કૈયલ ગામના મંદિરમાં લાગી ભીષણ આગ, તંત્ર કામે લાગ્યું

રેલી તથા નાટ્ય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું

છોટાઉદેપુર નગર ના સરદાર બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રેલી તથા નાટ્ય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Kshatriya Community Protest Update: કોંગ્રેસ નેતા મેવાણીએ રાજપૂતાણીઓને વિરોધનો નવો રસ્તો બતાવ્યો!

Chhotaudepur Election Awareness

મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો

મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે અચુક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Surat BJP Program: 7 મે પહેલા સુરતમાં 200 લોકોએ કેસરિયો ધારણ કર્યો, C R Patil એ કહ્યું….

Whatsapp share
facebook twitter