+

ભાજપમાં અસંતોષનો દાવાનળ! અમરેલી બાદ જૂનાગઢમાં વિરોધ ફાળી નિકળ્યો, દિલ્હી સુધી પહોંચી ફરિયાદ

BJP Leaders Controversy: આ વખતે લોકસભા ચૂંટણી 2024 ને સૌથી વધુ ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024 ના 3 તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. તેના અંતર્ગત ગુજરાતમાં પણ…

BJP Leaders Controversy: આ વખતે લોકસભા ચૂંટણી 2024 ને સૌથી વધુ ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024 ના 3 તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. તેના અંતર્ગત ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી 2024 નું મતદાન 3 તબક્કાની અંદર પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ ગુજરાતએ ભાજપનું મતદાન માટે ગઢ કહેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં મતદાન પર્ણ થયા બાદ એક પછી એક ભાજપ નેતાઓ દ્વારા એક બીજા પર આરોપો કરવામાં આવી રહ્યા છે.

  • ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો મોટો આરોપ

  • જવાહર ચાવડા વિરુદ્ધ અરવિંદ લાડાણીનો લેટર બોમ્બ

  • જવાહર ચાવડા પરિવાર સામે પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ

તાજેતરમાં ભાજપમાં સૌથી મોટો કકળાટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે જુનાગઢમાં BJP લોકસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ મોટો આક્ષેપ કર્યો છે. BJP નેતા અરવિંદ લાડાણી દ્વારા ધારાસભ્ય  જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ મામલે એક પત્ર પણ જાહેર કર્યો છે. જોકે આ પત્ર તેમણે BJP  ના પ્રદેશ પ્રમુખ C R Patil ને મોકલી આપ્યો છે. તે ઉપરાંત તેમણે આ પત્રમાં અનેક BJP નેતા અને Congress માંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો ઉલ્લેખ કર્યો છે.

જોકે આ પહેલા પણ રાજકીય સ્તરે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા આમને સામને આવી ગયા છે.  ત્યારે આ વખતે BJP નેતા અરવિંદ લાડાણીએ પત્રમાં લખ્યું હતું, આ વખતે ગુજરાતમાં Lok Sabha Election 2024 ના આયોજન પહેલા ધારાસભ્ય જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા દ્વારા 4-05-2024 ના રોજ ભાજપના મુખ્ય અગ્રણીઓને બોલાવીને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક ધારાસભ્ય જવાહર ચાવડાની એક ખાનગી કંપનીમાં યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં BJP  કાર્યકારો અને આગેવાનોને પુત્ર રાજ ચાવડા દ્વારા એવું કહેવામાં આવ્યુ હતું કે, મારા પિતા જવાહર ચાવડાનો બદલો લેવા માટે આ વખતે BJP  લોકસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીને કોઈ પણ સંજોગોમાં જીતવા દેવાના નથી.

તેમ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હોત

જોકે આ પહેલા IFFCO Director Election ને લઈ પણ બે BJP નેતા વચ્ચે ઘમાસન ચાલુ થઈ ગયું છે. ભાજપ નેતા બિપિન પટેલને IFFCO Director Election  માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. તેમ છતા આ ચૂંટણીમાં જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા 114 મત મેળવીને IFFCO Director Election માં વિજય મેળવ્યો હતો.  ત્યાર બાદ 10 મે, 2024 ના રોજ દિલીપ સંઘાણીને  IFFCO Chairman તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટના બાદ બિપિન ગોતા દ્વારા વિવાદસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જેમ IFFCO Election માં જીતી ગયા, તેમ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હોત.

હાથના કર્યા હૈયે વાગે એ જ ભારતીય જનતા પાર્ટી

ત્યારે જુનાગઢ અને IFFCO Election જેવી જ ઘટના અમરેલીમાં જોવા મળી છે.  ભાજપ દ્વારા Congress માંથી આવેલા નેતાને ભાજપે અમરેલી લોકસભા બેઠક માટે ઉમેદવારી આપી છે. અમરેલીમાં કોંગ્રેસ લોકસભા બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભાજપ લોકસભા બેઠક પર ભરત સુતરીયાને ઉમેદવારી આપવામા આવી છે. ત્યારે આ મામલે BJP પૂર્વ સાંસદ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે, જેમને થેક્યુ પણ બોલતા નથી આવડતું તેવા ઉમેદવારોને ટિકિટ આપવાથી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે.’ તો જેનીબેન ઠુંમરે અત્યારની BJP ને લઇને પોતાનું નિવેનદ આપ્યું છે કે, હાથના કર્યા હૈયે વાગે એ જ ભારતીય જનતા પાર્ટી છે.

Whatsapp share
facebook twitter