+

Bharuch શહેરમાં માત્ર 3 ઇંચમાં વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

Bharuch:ભરૂચ (Bharuch)જિલ્લામાં વરસાદનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે જ ભરૂચ શહેરમાં 3 ઇંચ વરસાદથી ભરુચના જાહેર માર્ગો ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પણ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા…

Bharuch:ભરૂચ (Bharuch)જિલ્લામાં વરસાદનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે જ ભરૂચ શહેરમાં 3 ઇંચ વરસાદથી ભરુચના જાહેર માર્ગો ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પણ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વેપારીઓ વાહનચાલકો રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી હતી જોકે પ્રથમ વરસાદે ભરૂચ નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી હોય તેવા ચોકાવનારા દ્રશ્યો ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાયા હતા

 

ભરૂચ શહેર પાણીમાં

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગએ વરસાદની આગાહી કરી હતી જેના કારણે અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના પગલે રવિવારની રજાના દિવસે ધોધમાર વરસાદથી ભરૂચના જાહેર માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ભરૂચ શહેરમાં જ 3 ઇંચ જેટલા વરસાદમાં જ સમગ્ર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા કરોડોના ખર્ચે પેવર બ્લોક વાળા બનાવેલા રોડ તથા ગટર લાઈન અને બ્લોક ગટર યોજના પાછળ ભરૂચ નગરપાલિકાએ કરોડોનું આંધણ કરવા છતાં સમગ્ર ભરૂચ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો

પ્રથમ વરસાદે  તંત્રમી પોલ ખોલી

ભરૂચના કસક વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ વરસાદી કાંસજામ થઈ જવાના કારણે ગટરના અત્યંત દુર્ગંધ વાળા કાળા કલરના પાણી કસક વિસ્તારમાં ફરી વળ્યા હતા જેના પગલે દુર્ગંધવાળા ગંદા પાણીમાંથી રાહદારીઓ વાહન ચાલકોએ પસાર થવાની નોબત આવી હતી અને વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે ભરૂચ નગરપાલિકાની ચોમાસાની પ્રથમ બેટિંગમાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે જેના કારણે ગટરના ગંદા પાણીથી લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો

ગાંધી બજારમાં ઘૂંટણએ પાણી ભરાય

ભરૂચ શહેરના ફાટા તળાવ ફુરજા ચાર રસ્તા ગાંધી બજાર મોટા ડભોયાવાડ દાંડિયા બજાર પાંચબત્તી સેવાશ્રમ રોડ આલી કાછિયાવાડ સહિત ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો અને ફુરજા ચાર રસ્તા ગાંધી બજારમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ધસમસતા પ્રવાહ જાહેર માર્ગો પરથી પસાર થતા વેપારીઓએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની નોબત આવી ગઈ હતી અને ભરૂચ નગરપાલિકાએ કરોડોના ખર્ચે ફાટા તળાવથી ફૂરજા ચાર રસ્તા સુધી કરોડોના ખર્ચે બ્લોકવાળી ગટર બનાવી હોવા છતાં દર વર્ષની ચોમાસાની પરિસ્થિતિનું નિર્માણ યથાવત રહ્યું હતું જેના કારણે ભરૂચ નગરપાલિકાની બ્લોકવાળી ગટર યોજનાનું પણ સુરસુરીયું જોવા મળ્યું હતું અને યોજના નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ વેપારીઓ કરી રહ્યા છે અને સતત મોટા ડભોયાવાડથી ફુરજા ચાર રસ્તા સુધી વરસાદી પાણીના પ્રવાહ જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોએ ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી ગઈ હતી

ભરૂચ જિલ્લામાં છેલ્લા 33 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા..

  • તાલુકા :- 24 કલાક (સવારે 6થી 2 કલાક)
  • જંબુસર 6 મી.મી. – 18 મી.મી
  • આમોદ 1 ઇંચ. – 05 મી.મી
  • વાગરા 2 ઇંચ – 53 મી.મી
  • ઝઘડિયા 2 મી.મી. – 27 મી.મી
  • અંકલેશ્વર 8 મી.મી. – 49 મી.મી
  • ભરૂચ 7 મી.મી. – 86 મી.મી
  • હાંસોટ 15 મી.મી. – 58 મી.મી
  • વાલિયા 7 મી.મી. – 32 મી.મી
  • નેત્રંગ 14 મી.મી. – 28 મી.મી

ભરૂચ નગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પાણીમાં

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ડ્રેનેજ લાઈન સાથે પેવર બ્લોકવાળો માર્ગ બનાવવા પાછળ 3 કરોડ રૂપિયાનું આંધણ કરાયું છે છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને સતત ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આવી જ રીતે ભરૂચના ફાટા તળાવથી ચાર રસ્તા સુધી બ્લોક ગટર યોજના પાછળ સાડા 3 કરોડ રૂપિયા બગાડવા છતાં સતત ઘૂંટણ સમા પાણી આ વિસ્તારમાં યથાવત રહેતા વેપારીઓએ વેપાર ધંધા બંધ કરવા પડ્યા પરંતુ લોકોએ મકાનમાં પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે જેના કારણે નગરપાલિકાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો થયા છે

ભરૂચ નગરપાલિકાએ વરસાદી કાંસ સફાઈમાં વેઠ ઉતારી..?

ભરૂચમાં વરસાદી મોટી 27 કાંસોની સફાઈ પાછળ લાખો રૂપિયા બગાડવામાં આવ્યા છે પરંતુ છતાંય ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે ભરૂચ ના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘુટણસામા ભરાયા છે વરસાદી કાંસ ફાઈમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવો આક્ષેપ થયો છે ત્યારે ચોમાસા પૂર્વે નગરપાલિકા સફાઈ પાછળ લાખો રૂપિયા પણ બગાડ્યા હોય છતાંય ભરૂચવાસીઓને જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે


પૂર્વ પટ્ટી વિસ્તારમાં બિલ્ડરોએ કરેલા ખોદકામથી રાહદારીઓ માટે જોખમી

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધીના માર્ગો ઉપર રોડની સાઈડએ બિલ્ડરોના બાંધકામો ચાલી રહ્યા છે અને બિલ્ડરોએ બાંધકામ માટે ખોદેલા ડ્રેનેજ લાઈનની ઘણી કામગીરી અધૂરી મૂકી જેમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ખુલ્લી ગટર નજરે ન પડતા જોખમ સાબિત થઈ રહ્યું છે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા બિલ્ડરોને પણ આવી ગટરો તાત્કાલિક પુરવા અથવા તો કોડન કરવા માટેની સૂચના આપે તે પણ જરૂર છે

અહેવાલ  -દિનેશ મકવાણા -ભરૂચ 

આ પણ  વાંચો Ahmedabad Rain :પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ, AMC કામગીરીમાં રહ્યું નિષ્ફળ

આ પણ  વાંચો Ahmedabad: Shelaમાં પડ્યો મોટો ભુવો,પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ  વાંચો – Ahmedabadમાં વરસાદની જોરદાર એન્ટ્રી,પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

Whatsapp share
facebook twitter