+

Chhotaudepur: મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ, કુકરદા ગામની 1238 એકર જમીન ‘શ્રી સરકાર’

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસશીલ કામોની ચકાસણી કરતા ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ થકી અસ્તિત્વમાં આવેલા કાયદાનો ભંગ કર્યા વગર જમીનના 22 ટૂકડા કરી વેચાણ કરવાનું કોભાંડ…

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસશીલ કામોની ચકાસણી કરતા ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ થકી અસ્તિત્વમાં આવેલા કાયદાનો ભંગ કર્યા વગર જમીનના 22 ટૂકડા કરી વેચાણ કરવાનું કોભાંડ ધ્યાને આવ્યું હતું. છોટા ઉદેપુર (Chhotaudepur)જિલ્લામાં જમીન લે-વેચનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. નસવાડી તાલુકાના કુકરદા ગામમાં લગભગ 1238 એકર જમીન ગઢ બોરિયાદના ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહની માલિકીની જમીન ટોચ મર્યાદામાં જતી ન રહે તે માટે કબજેદારે સરકારને કોઈપણ જાતનું પત્રક તથા સોગંદનામુ રજૂ કર્યું ન હતું.

1238 એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી

સદર ગામની જમીન ગેરકાયદેસર વેચાણ કરીને એક જ પરિવારના સભ્યોના નામ કરી દીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઝીણવટભરી તપાસ કરી હતી. જેને ધ્યાને લઈ આ જમીનને વિના વળતર તમામ બોજાઓમાંથી મુક્ત ‘શ્રી સરકાર’ દાખલ કરવામાં આવી છે. જિલ્લા કલકેટર સમગ્ર ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે, જમીન ટોચ મર્યાદા ધારા કરતા વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલ હોય આવી જમીનમાં કાયદેસરની કાર્યવાહી 1238 એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી છે.

જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામા આવી

આ ઉપરાંત હાલ કબજેદાર ઠાકોર રણધિરસિંહ ચંદ્રસિંહ પાસેની ચંદનપુરા, સીમેલ, મોટીઝરી, ભીલબોરીયાદ, જામલી, પંખાડા, રાજપુરા, કોલીબોરીયાદ અને વાંટ ગામની જમીન પર તપાસ ચાલુ છે. પ્રાંતઅધિકારીના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાને છોટાઉદેપુરના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં જમીનના લે-વેચ કરતા પહેલા નમૂના ૬ ખાસ ચકાસણી કરવી. જો નમૂના 6માં ઠાકોર રણધિરસિંહ ચંદ્રસિંહ તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીન ન ખરીદવા કે બાનાખત ન કરવા ગીરોખત અથવા અન્ય કોઇ વ્યવહાર ન કરવા. જેથી ભવિષ્યમાં કોઇ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ એ શું છે?

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ નિયત મર્યાદા કરતા વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે. પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે, પરંતુ આ જમીન માલિક આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતો હોવા છતાં મામલતદારને જાણ કરી નહોતી અને તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરા પૂર્વક આયોજન કર્યું હોઈ જેની જાણ થતાં જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદારને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.

મામલતદારે નોટિસ પાઠવીને જવાબ માંગ્યો

જે અનુસંધાને મામલતદારે નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો, પરંતુ સામાવાળા દ્વારા સમયમર્યાદામાં જવાબ ન આપતા કાયદેસરની કાર્યવાહી કરીને જમીન ‘શ્રી સરકાર’ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત (Chhotaudepur) જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આ બાબતની તાપસ કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે એસ.આઈ.ટી ટીમ રચવા માટે અભિપ્રાય આપવા જણાવ્યું છે તથા પ્રાંત અધિકારી અને મામલતદારને સમગ્ર જમીનનો કબજો લેવા માટે જણાવ્યું છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Mehsana : યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો! કબૂતરબાજ, વ્યાજખોર સહિત 10 સામે ગુનો

આ પણ વાંચો: Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

આ પણ વાંચો: Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય

Whatsapp share
facebook twitter