+

BHARUCH : નજીવી બાબતે પુત્રએ માતાનું ઢીમ ઢાળી દીધું

મુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ સે માર દિયા : હત્યારો દિકરો માતા એ દીકરાને જન્મ આપ્યો અને 27 વર્ષનો કર્યો તેવી જનેતાને જ દીકરાએ મોતને ઘાટ…
  1. મુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ સે માર દિયા : હત્યારો દિકરો
  2. માતા એ દીકરાને જન્મ આપ્યો અને 27 વર્ષનો કર્યો તેવી જનેતાને જ દીકરાએ મોતને ઘાટ ઉતારી

BHARUCH : ભરૂચ જીલ્લા (BHARUCH DISTRICT) માં અનેક કિસ્સો સામે આવે છે. અંકલેશ્વર (ANKLESHWAR) પંથક માંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરાને ગુસ્સો આવતા એર સોફા ઉપર બેસી ટીવી જોતી સગી માં ને ગળાને ભાગે ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા કરી નાંખી અને નોકરી ઉપર રહેલા પિતાને જાણ કરી અને પિતા ઘરે આવતા પત્ની નો બેડરૂમમાં લોહીથી લથપત મૃતદેહ જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા અને દીકરાએ હત્યા કરી હોવાનો ભાંડો ફૂટી ગયો હતો.

મમ્મી બાથરૂમ મેં હે

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પત્ની ની હત્યા પ્રકરણમાં દીકરાએ જ માતા ની હત્યા કરી હોવાના મુદ્દે પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં મૃતક ના પતિએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું ટાન્સપોર્ટ નો વ્યવસાય કરું છું અને હું ધંધા ઉપર હતો તે વેળા મારા દીકરા સિધાન્ત નો ફોન આવેલો અને કહેલ પપ્પા મમ્મી બુલા રહી હે જલ્દી ઘર આ જાવ તો મેને સિધાન્ત કો મમ્મી સે બાત કારણેકે લઈએ બોલા તો ઉસને બોલા કી મમ્મી બાથરૂમ મેં હે તેવું કહેતા જ ફરિયાદી ઘરે પહોંચી ગયા હતા અને ફરિયાદીનો દીકરો ઘરના મેન રૂમના સોફા ઉપર બિન્દાસ બિરાજમાન હતો.ફરિયાદી એ પૂછ્યું તુમ્હારી માં કહા હે તો દીકરો તેના પિતાને બેડરૂમમાં લઈ જતા જ એર સોફા ઉપર ઈન્દ્રાવતી લોહીથી લથપઠ પડી હતી અને દીકરાને પૂછ્યું તો કહ્યું કે મુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ કે માર દિયા તેવું કહેતા જ પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હતી.

નવા કાયદા મુજબ ગુનો દાખલ

બનાવ સંદર્ભે પત્ની ઈન્દ્રાવતી બેડવાલ (ચૌધરી) ની હત્યા મુદ્દે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી પોલીસે હત્યારા દીકરા સિધાન્ત રણસિંહ બેડવાલ (ચૌધરી) ની પોતાના ઘર માંથી ઘરપકડ કરી હતી અને મૃતક નો કબ્જો મેળવી પોસ્મોર્ટમ અર્થે ખસેડી નવા કાયદા મુજબ હત્યારા દીકરા સિધાન્ત સામે ભારતીય ન્યાય સંહિતા એક્ટ 103(1) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

ચા બનાવવા મુદ્દે ગુસ્સો આવ્યો અને…

કહેવાય છે ને કે ગુસ્સા ને કંટ્રોલ કરવો અને ગુસ્સામાં કંઈક કરી નાંખવું અને ગુસ્સો ઉતર્યા બાદ તેનો અહેસાસ થવો અનેક વાર અફસોસ અપાવે છે આવો જ એક અફસોસ માતા ની હત્યા પછી દીકરાને થયો છે.જેમાં ચા બનાવવા મુદ્દે દીકરાએ પોતાની સગી માં ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી ગળું ઘડથી અલગ કરી નાંખ્યું અને ગુસ્સો ઉતર્યા પછી હત્યારા ને થયું આ મેં શું કરી નાંખ્યું અને પિતાને તાત્કાલિક ઘરે બોલાવી માતાની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી દીધી હતી.

3 દિવસમાં વધુ એક પરિવાર વિખેરાય ગયું

ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જીનીયરની પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પતિએ પણ દીકરાની હત્યા કરી પોતે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.તેવી જ રીતે વધુ એક પરિવાર અંકલેશ્વરમાં વિખેરાયું.જેમાં દીકરાએ જ સગી માં નું ઢીમ ઢાળી દેતા મૃતક ના પતિએ હત્યારાના પિતાએ દીકરા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા હત્યારા દીકરાની ઘરપકડ કરવામાં આવી હતી.જેના કારણે 3 દિવસમાં જ વધુ એક પરિવાર વિખેરાય ગયું છે.

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો — VADODARA : મોડી રાત્રે કાર ફરી વળતા ફૂટપાથ પર રહેતા શખ્સનું મોત

Whatsapp share
facebook twitter