+

Solar Eclipse : વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ મહત્વનું, ગ્રહો નરી આંખે જોઇ શકાશે – જાણો એક્સપર્ટ વ્યૂ

Solar Eclipse 2024 : વર્ષ 2024 નું પ્રથમ સુર્યગ્રહણ (Solar Eclipse) 8 મી એપ્રિલના રોજ થઇ રહ્યું છે. આ ખંડગ્રાસ સુર્ય ગ્રહણ ભારત (INDIA) માં નથી દેખાવાનું, પરંતુ મેક્સીકો (MAXICO),…

Solar Eclipse 2024 : વર્ષ 2024 નું પ્રથમ સુર્યગ્રહણ (Solar Eclipse) 8 મી એપ્રિલના રોજ થઇ રહ્યું છે. આ ખંડગ્રાસ સુર્ય ગ્રહણ ભારત (INDIA) માં નથી દેખાવાનું, પરંતુ મેક્સીકો (MAXICO), અમેરિકા (USA) અને કેનેડા (CANADA) માં દેખાશે તેવું ખગોળવિદ જણાવી રહ્યા છે. આ ખંડગ્રાસ સુર્યગ્રહણ સમયે ભારતમાં રાત હશે જેથી તેનો જોઇ શકાશ નહિ. આ ખંડગ્રાસ સુર્યગ્રહણ તેના લાંબા સમયગાળાને લઇને અભ્યાસુઓ માટે મોટી તક લઇને આવ્યું છે. આટલું મોટું સુર્યગ્રહણ 50 વર્ષમાં પ્રથમ વખત થવા જઇ રહ્યું હોવાનો મત નિષ્ણાંત વ્યક્ત કરી રહ્યા છે.

મેક્સીકો, અમેરિકા અને કેનેડામાં દેખાશે

વર્ષના પ્રથમ સુર્ય ગ્રહણ અંગે માહિતી આપતા જાણીતા ખગોળવિદ દિવ્યદર્શનભાઇ પુરોહિત જણાવે છે કે, આ સુર્ય ગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી. આ સુર્ય ગ્રહણ મેક્સીકો, અમેરિકા અને કેનેડામાં દેખાશે. સુર્ય ગ્રહણ ખગ્રાસ હોવાથી તેને ત્રણ દેશોના 40 લાખ લોકો જોઇ શકે તેને અંદાજ છે. વર્ષનું પહેલું સુર્ય ગ્રહણ હોવાથી તેને લઇને અલગ પ્રકારનો ઉત્સાહ અભ્યાસુઓમાં જોવા મળી રહ્યો છે.

150 કિલોમીટરની પહોળાઇ સુધીના પટ્ટામાં જોઇ શકાશે

વધુમાં દિવ્યદર્શનભાઇ પુરોહિત જણાવે છે કે, આ સુર્યગ્રહણ ખુબ લાંબુ ચાલશે. પાછલા 50 વર્ષમાં સુર્ય ગ્રહણ તો ઘણા નોંધાયા છે. પરંતુ આટલા મોટા સમય સુધી ચાલનાર ગ્રહણ નોંધાયું હોવાનું ધ્યાને આવ્યું નથી. તે સમયે ચંદ્ર સુર્યથી નજીક છે, તેથી લાંબો સમય સુધી તે દેખાશે. આ ગ્રહણ 150 કિલોમીટરની પહોળાઇ ધરાવતા મેક્સીકો, મધ્ય અમેરિકા અને કેનેડાના પટ્ટામાં જોઇ શકાશે.

ગ્રહો આકાશી દુરબીન વડે જોઇ શકાશે

અન્ય ખાસીયત જણાવતા દિવ્યદર્શનભાઇ પુરોહિત જણાવે છે કે, આ સુર્ય ગ્રહણ જ્યારે થશે ત્યારે ભારતમાં રાત્રીનો સમય હશે. જેથી આપણે તેને જોઇ શકવાના નથી. પરંતુ જે દેશોમાં આ દેખાશે ત્યાં ગ્રહણ સમયે અંધારૂ થઇ જશે. અને આ અંધારામાં ગુરૂ, શુક્ર – ગ્રણ અને ધુમકેતું તારે નરી આંખે જોઇ શકાય તેવી સ્થિતી હશે.

રોકચ માહિતી જાણવાનો પ્રયાસ

આખરમાં તેઓ જણાવે છે કે, 8, એપ્રિલના રોજ આકાર લેનાર સુર્ય ગ્રહણની ઘટનાને લઇને અભ્યાસુઓમાં ઉત્સુકતા છે. નાસા સહિતની સંસ્થાઓ દ્વારા આ ઘટના લોકો સુધી મુકવા માટે બતાવવામાં આવશે. સાથે જ અભ્યાસુઓ આ તકનો લાભ લઇને વધુ રોકચ માહિતી જાણવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો — VADODARA : નવો દિવસ, નવી પાણીની લાઇનમાં લિકેજ

Whatsapp share
facebook twitter