+

AHMEDABAD : પાર્ટ ટાઇમ કામના ચક્કરમાં યુવકે રૂ. 5.60 લાખ ગુમાવ્યા

AHMEDABAD : સોશિયલ મીડિયા ઉપર આજકાલ પાર્ટ ટાઈમ જોબ કરો અને પૈસા કમાવો (SOCIAL MEDIA JOB SCAM) તેવી પોસ્ટો દેખાતી હોય છે. આ લોભામણી લાલચમાં પડી અનેક લોકો છેતરાતા હોવાના…

AHMEDABAD : સોશિયલ મીડિયા ઉપર આજકાલ પાર્ટ ટાઈમ જોબ કરો અને પૈસા કમાવો (SOCIAL MEDIA JOB SCAM) તેવી પોસ્ટો દેખાતી હોય છે. આ લોભામણી લાલચમાં પડી અનેક લોકો છેતરાતા હોવાના અનેક કિસ્સા બન્યા છે. નિકોલ (AHMEDABAD – NIKOL) ના એક યુવકે આવી જ એક લોભામણી લાલચમાં આવીને પોતાના 5.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે (CYBER CRIME POLICE STATION – AHMEDABAD) ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટેલિગ્રામ પર મેસેજ આવ્યો

શહેરના નિકોલ ગામમાં રહેતા સુનિલભાઇ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 5 મે, એ તેઓ ઘરે હતા. ત્યારે ટેલિગ્રામ પર પાર્ટ ટાઇમ જોબ માટેનો મેસેજ આવ્યો હતો. જેથી સુનિલભાઇએ આપેલ નંબર પર રીપ્લાય કરતા બધી માહિતી પૂછી હતી. જે બાદ ગઠિયાઓએ તેમને ઇલેક્ટ્રીક કંપનીનું બિંડીંગ કરવાનું રહેશે તેવુ કામ સોંપ્યુ હતુ. ત્યારબાદ વેબસાઇટ લીંક મોકલીને ગઠિયાઓએ વિગતો સબમીટ કરાવડાવી હતી.

ઠગાઇ થઇ હોવાની જાણ થઇ

ત્યારબાદ વિશ્વાસ કેળવવા શરૂઆતમાં ગઠિયાઓએ સુનિલભાઇએ ટાસ્ક પૂર્ણ કરતા રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ જુદા-જુદા ટાસ્ક પેટે સુનિલભાઇ પાસે કુલ રૂ. 5.60 લાખ ભરાવડાવ્યા હતા. જે બાદ રૂપિયા પૂરા થઇ જતા સુનિલભાઇએ ગઠિયાઓનો સંપર્ક કરતા વધુ રૂપિયાની માંગણી કરતા તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે સુનિલભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અહેવાલ – દિર્ધાયુ વ્યાસ, અમદાવાદ

આ પણ વાંચો — VADODARA : ખોટા નામ ધારણ કરી બદઇરાદા પાર પાડતું જોડું ઝબ્બે

Whatsapp share
facebook twitter